________________
૧૭૮
વડોદરાનાં જિનાલયો તેવો છે.
મૂળનાયક ભગવાન શ્રી શાંતિનાથની ૨૧"ની પ્રાચીન પાષાણ પ્રતિમા બિરાજમાન છે. દેરાસરની પ્રતિષ્ઠા ૧૭૪૪માં શ્રી પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં શ્રાવક હસમુખભાઈ મુળજીભાઈ શાહ તથા શ્રાવિકા કપિલાબેન હસમુખભાઈ શાહના હસ્તક કરવામાં આવી છે. દેરાસરની સ્થિતિ સારી છે.
વૈશાખ સુદ ૧૩ના રોજ દેરાસરની વર્ષગાંઠ તિથિ આવે છે જે નિમિત્તે ધ્વજા બદલવામાં આવે છે.
જિનાલયનો સમય સં. ૧૭૪૪નો છે.
ગામ - ઉમલ્લા તાલુકો - ઝગડિયા. '
૨૮. શ્રી મહાવીર સ્વામી ભગવાનનું ગૃહ ચૈત્ય ઝગડિયાથી ૧૯ કિ.મી.ના અંતરે આવેલાં માત્ર ૫ જૈન કુટુંબોની વસ્તી ધરાવતાં ઉમલ્લા ગામમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનનું નાનું ઘરદેરાસર આવેલું છે જેની પ્રતિષ્ઠા પૂ. મુનિ શ્રી પિયુષવિજયજી મ. સા. ની નિશ્રામાં થયેલ છે. ધાબાબંધી આ દેરાસરની સ્થિતિ સારી છે.
ચાર પગથિયાં ચઢતાં આરસનાં પબાસન પર મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનની ૧૩" ની ધાતુ પ્રતિમા બિરાજમાન છે. ગભારામાં કુલ ૨ ધાતુ પ્રતિમાઓ છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૧૩ છે. આ દિવસે લાડવા-ગાંઠીયા વહેંચવામાં આવે છે. દેરાસરની બાજુમાં એક મોટો રૂમ છે જે શ્રાવક-શ્રાવિકા બંને માટે ઉપાશ્રયના ઉપયોગમાં લેવાય છે. દેરાસર, ઉપાશ્રયનો સમગ્ર વહીવટ શ્રી ઉમલ્લા જે. મૂ. પૂ. જૈન સંઘના હસ્તક છે.
ગામ - રાયસંગપરા તાલુકો - ઝગડિયા.
૨૯. શ્રી સુમતિનાથ જિનાલય ઝગડિયાથી ૨૨ કિ.મી.ના અંતરે આવેલું રાયસંગપરા ગામમાં શાહ ફળિયામાં શ્રી સુમતિનાથ ભગવાનનું નૂતન દેરાસર આવેલું છે. આ ઘુમ્મટબંધી અને આરસમઢિત દેરાસરની સ્થિતિ સારી છે.
- પ્રવેશતાં નાનો ઝાંપો આવે છે. દેરાસરના ધાબાની દિવાલ પર પત્થરથી બનાવેલું મોટું ઘડિયાળ છે. પ્રવેશદ્વાર એક છે. રંગમંડપ નાનો લંબચોરસ છે.