________________
૧૭૦
વડોદરાનાં જિનાલયો શિષ્યા સા વિનીતમાલા શ્રી મ. શિષ્યા સા. વિકસ્વરમાલા શ્રી પ્રેરણયા.”
દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૧૦ છે. દેરાસરમાં ધ્વજા નથી. ધ્વજારોપણની વિધિ થતી નથી. આ દેરાસર શ્રી સુરેશકુમાર જશવંતલાલ સુરાણાના ઘરદેરાસર તરીકે ઓળખાય છે.
જિનાલયનો સમય સં. ૨૦૪પનો છે.
ગામ - અંકલેશ્વર તાલુકો - અંકલેશ્વર. ૨૧. શ્રી શાંતિનાથ જિનાલય (સં. ૧૮૦૦ આસપાસ) ભરૂચથી ૯ કિ.મી.ના અંતરે આવેલાં અંકલેશ્વરના પંચાટી બજારમાં, શેરીની મધ્યમાં શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર આવેલું છે. સં. ૧૯૯૧માં સ્થાપેલ આ દેરાસર શિખરબંધી અને આરસમઢિત છે. દેરાસરની સ્થિતિ સારી છે. અંકલેશ્વરનું પ્રાચીન નામ અક્રરેશ્વર છે.
પ્રવેશ કરતાં મોટો આરસનો ઓટલો આવે છે. સ્ટીલના બારણાંનું પ્રવેશદ્વાર છે. ઓટલો જાળીથી બંધ કરેલ છે. બે પ્રવેશદ્વારવાળો નૃત્યમંડપ મધ્યમ કદનો છે. તેની જમણી બાજુ દિવાલમાં શ્રી નેમિનાથ ભગવાનની જાનનો પટ છે જે ૧૦ ભાગમાં વહેંચેલ છે. ડાબી બાજુ દિવાલમાં શ્રી સમેતશિખર અને શ્રી શત્રુંજય તીર્થનો પટ છે. નૃત્યમંડપમાં પ્રવેશદ્વારોની બાજુમાં ગોખલામાં શ્રી મહાલક્ષ્મી માતા, શ્રી ઘંટાકર્ણ વીર અને શ્રી માણિભદ્રવીરની મૂર્તિ બિરાજે છે.
આગળ રંગમંડપ આવે છે. રંગમંડપમાં પ્રવેશ કરતાં ઉપરની બાજુ દિવાલ પર ચારેબાજુ પટ ચિત્રિત છે. જેમાં શ્રી ભદ્રેશ્વર, શ્રી રાણકપુર, શ્રી તારંગા, શ્રી શંખેશ્વર મહાતીર્થ, શ્રી અષ્ટાપદ, શ્રી સમવસરણ, શ્રી પાવાપુરી, શ્રી નંદીશ્વર દ્વીપ, શ્રી આબુ તીર્થના પટ ચિત્રિત છે. રંગમંડપના ઘુમ્મટમાં શ્રી શાંતિનાથ ભગવાનના ૧૨ ભવ, શ્રી આદિનાથ, શ્રી નેમિનાથ, શ્રી શાંતિનાથ અને શ્રી પાર્શ્વનાથ ભગવાન ચિત્રિત છે વચ્ચે રાસ રમતાં દેવ-દેવીઓ છે.
રંગમંડપમાં લેખ નીચે મુજબ છે.
“અહં નમ: શ્રી શાંતિનાથ આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા શાસન સમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ. સા.ના પટ્ટધર પૂ. વાત્સલ્ય વારિધિ આચાર્ય શ્રી વિ. વિજ્ઞાનસૂરીશ્વરજી મ. સા.ના પટ્ટધર પૂ. સિદ્ધાંત મહોદધિ આચાર્ય શ્રી વિ. કસ્તૂરસૂરીશ્વરજી મ. સા. તથા મુનિ શ્રી ચંદ્રોદયવિજયાદિ સપરિવારની શુભ નિશ્રામાં સં. ૨૦૧૧ મહા સુ. ૧૦ બુધવારે મહોત્સવપૂર્વક અંકલેશ્વરના શ્રી સંઘે શુભ લગ્ન પ્રતિષ્ઠા કરાવી છે.
| શુભ ભવતુ !”
બીજો લેખ જીર્ણોદ્ધાર અંગેનો છે. જેમાં અમદાવાદ દેરાસર જીર્ણોદ્ધાર કમિટી અને સંઘે મળીને કરાવેલો છે એમ દર્શાવ્યું છે, તથા પ્રતિષ્ઠા મહોત્સવ સં. ૨૦૧૧ મહા સુ. ૧૦ બુધવાર