________________
વડોદરાનાં જિનાલયો
૧૬૯
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર લેખ નીચે મુજબ છે.
“મુંબઈ મલાડ શ્રી હીરસૂરિ જૈન સંઘ મધ્યે વિ. સં. ૨૦૫૭ મૃગશીર્ષ શુક્લ પંચમ્યા શુક્રવાસરે શ્રી પાર્શ્વનાથસ્વામી જિનબિંબ તપાગચ્છીય જૈનાચાર્ય શ્રી વિજયપ્રેમભવનભાનુસૂરીશ્વર પટ્ટધર ગચ્છાધિપતિ આ. દેવ શ્રીમદ્ વિ. જયઘોષસૂરીશ્વરે, આ. રાજેન્દ્ર, હેમચંદ્ર, જગન્સંદ્ર હેમ-રત્નસૂર્યાદિ વિશાલ પરિવાર સમૈતઃ પ્રતિષ્ઠિતંઃ બુધ જયસુખલાલ ધારશીભાઈ શાહ ભાર્યા જયોત્સનાબેન પરિવારણ. ”
દેરાસરની સામે જ એક માળનો ઉપાશ્રય છે જે શ્રી જૈન ઉપાશ્રય લબ્ધિ વિક્રમ સંકુલ શ્રી સર્વોદય લીલાવિહાર નામે ઓળખાય છે.
ભાઈ-બહેનોનો ભેગો એક ઉપાશ્રય છે. ગામમાં ૨૦ જૈન કુટુંબો વસે છે.
આ ગામની વિશેષ માહિતી નોંધનીય છે કે નર્મદા પરિક્રમાના માર્ગમાં આવતું અતિપ્રાચીન હિંદુઓનું તીર્થ શક્તિધામ આ ગામમાં આવેલું છે.
જિનાલયનો સમય સં. ૨૦૫૮નો છે.
ગામ - અંક્લેશ્વર તાલુકો - અંકલેશ્વર. ૨૦. શ્રી શાંતિનાથ ભગવાનનું ગૃહ મૈત્ય (સં. ૨૦૪૫) ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનાં અંકલેશ્વર ગામમાં બ્રીજનગર સોસાયટીમાં બી વિભાગના બંગલા નં. ૨માં ઓટલો ચઢતાં ડાબી બાજુ નાની ઓરડીમાં આ ઘરદેરાસર પ્રસ્થાપિત કરેલ છે. આરસના બનેલાં આ ધાબાબંધી ઘરદેરાસરની સ્થાપના આશરે ૧૫ વર્ષ પહેલાં થઈ હતી.
નાની ઓરડીમાં એક ગોખલામાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ધાતુની પ્રતિમા ૯" ની છે. ગોખલાની ઉપર ઘુમ્મટ આકારનું ચણતર છે. ચારે બાજુ દિવાલ પર સફેદ ટાઈલ્સ જડેલી છે.
શ્રી વિક્રમસૂરિ મ. સા. ની નિશ્રામાં શ્રાવિકા શ્રીમતી ખમ્માબેન જશવંતલાલે પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર નીચે મુજબ લેખ છે. “શ્રી ખમ્માબેન જશવંતલાલ અંકલેશ્વર પરમોપકારી પૂજય ગુરુદેવોભ્યો નમોનમઃ
ભરૂચ તીર્થ શ્રી મુનિસુવ્રતસ્વામી નિશ્રામાં પૂ. આ. ભ. શ્રી લબ્ધિસૂરીમહારાજ શિષ્ય રત્ન વિક્રમ સં. ૨૦૪પ મહા સુ. ત્રયોદ્રશ્યો અંજન કારિત પ્રતિષ્ઠિતાં ચ. સાધ્વીવર્યા જયાશ્રી મ.