________________
૧૬૪
વડોદરાનાં જિનાલયો ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૬ પાષાણ પ્રતિમાઓ તથા ૯ ધાતુ પ્રતિમાઓ હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૬ પાષાણ પ્રતિમાઓ તથા ૮ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે લગભગ ૧૮૫૦માં આ જિનાલય બંધાવ્યું હતું. તેનો વહીવટ શેઠ પાનાચંદ ઈશ્વરલાલ કરતા હતા. દેરાસરની સ્થિતિ સારી હતી.
જિનાલયનો સમય સં. ૧૮૫૦નો છે.
ગામ - ઝણો તાલુકો - ભરૂચ. ૧૬. શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલય (સં. ૧૯૨૬). ભરૂચ તાલુકાથી ૨૨ કિ. મી.ના અંતરે આવેલ અને માત્ર ૭ જૈન કુટુંબોની વસ્તી ધરાવતાં ઝણોર ગામમાં બજાર ફળીયામાં પશ્ચિમાભિમુખી ઘુમ્મટબંધી વિશાળ જિનાલય આવેલું છે. આ જિનાલય પૂર્વે નર્મદા નદીના કિનારે હતું, પરંતુ જમીનનું ધોવાણ થતાં ૨૫૦ થી ૩૦૦ વર્ષમાં આ જિનાલયનું ત્રણ વાર સ્થળાંતર થયું છે. છેલ્લે વિ. સં. ૨૦૧૦ના માગશર સુદ ૧૦ના રોજ શ્રી ચુનીલાલ શીવલાલ ધરમચંદના હસ્તે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
વિશાળ મોટા કાષ્ઠના ગેઈટમાંથી પ્રવેશતાં જમણા હાથે બે માળનો ઉપાશ્રય આવે છે. તેના નીચેના બે રૂમ દેરાસરના ઉપયોગમાં લેવાય છે. લાંબા વરંડાથી આગળ વધતાં જમણી બાજુ પાંચેક પગથિયાં ચઢીને વિશાળ ચોકમાં એક ગોખમાં પત્થરની હનુમાનની મૂર્તિ છે.
કાષ્ઠના જાળીવાળા પ્રવેશદ્વારમાંથી પ્રવેશતાં વિશાળ રંગમંડપના ગોખમાં યક્ષ-યક્ષિણીની આરસની મૂર્તિ છે. ઉપરાંત એક ગોખમાં શ્રી ચક્રેશ્વરી માતાની મૂર્તિ છે. ઘુમ્મટમાં ભગવાનના પાંચ કલ્યાણકનાં ચિત્રો છે.
એક ગર્ભદ્વારવાળા ગભારાની મધ્યમાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા ૨૭" ની છે. ૫ પાષાણ પ્રતિમાઓ તથા ૬ ધાતુ પ્રતિમાઓ છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર નીચે મુજબ લેખ છે.
“૧૮૩૨ વર્ષે શા. ૧૬૯૬ પ્રવર્તમાને માધ વદિ ૫ શ્રીમલિ જ્ઞાતીય સા. સાકરચંદ સુત તારાચંદ સુત ધરમચંદ તેન શ્રી મુનિસુવ્રતસ્વામી નારાપીત શ્રી તપાગચ્છ શ્રી વિજયધર્મસૂરિ
રાજયે”
દેરાસરની વર્ષગાંઠ તિથિ માગશર સુદ ૧૦ છે. તે નિમિત્તે શ્રી કાંતિલાલ દલીચંદ શાહ કઠોરવાલાના કુટુંબીજનો દ્વારા પરંપરાગત ધ્વજારોપણ થાય છે. તે દિવસે પ્રભાવના થાય છે. દેરાસરનો વહીવટ શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જશવંતલાલ ચુનીલાલ