________________
વડોદરાનાં જિનાલયો
૧૬૩ મૂર્તિપૂજક સંઘના હસ્તક છે. ઉપાશ્રયમાં લગભગ ૪૦ ભાઈ-બહેનો સંવત્સરી પ્રતિક્રમણ કરે છે. ઉપાશ્રય ભાઈ-બહેનોનો ભેગો છે. હાલ ગામમાં ૬ જૈન કુટુંબો વસે છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘરદેરાસર તરીકે થયો છે. ૮ ધાતુ પ્રતિમાઓ હતી. તેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન હતા. શ્રી સંઘે ૧૯૮૫માં આ દેરાસર બંધાવ્યું હતું. તેનો વહીવટ શેઠ ભાઈચંદ ઉમાભાઈ કરતા હતા. આ ૮ ધાતુ પ્રતિમાઓ હાલ શ્રી આદિનાથ દેરાસરમાં પધરાવવામાં આવેલ છે.
જિનાલયનો સમય સં. ૧૯૮૫નો છે.
ગામ - નીકોરા તાલુકો - ભરૂચ.
૧૫. શ્રી આદિનાથ જિનાલય (સં. ૧૮૫૦) ભરૂચ તાલુકાના નીકોરા ગામમાં શ્રી આદિનાથ જૈન દેરાસર આવેલું છે. પૂર્વે નર્મદા નદીના કિનારે ૧૦૦ વર્ષ પ્રાચીન આ જિનાલય ધોવાણમાં સંવત ૨૦૨૨ની આસપાસ પડી ગયેલ. ત્યારબાદ ૨૦૨૪માં આ નૂતન જિનાલયનું નિર્માણ થયું જેની પ્રતિષ્ઠા ૨૦૩૦માં થઈ. આ પશ્ચિમાભિમુખ ઘુમ્મટબંધ જિનાલય આરસનું બનેલું છે.
બે બાજુ હાથીના ચિત્રાંકન અને વચ્ચે લોખંડના ઝાંપાવાળા પ્રવેશદ્વારમાંથી પ્રવેશતાં વચ્ચે આરસમઢિત જિનાલય છે. ત્રણેક પગથિયાં ચઢી કાષ્ઠના એક પ્રવેશદ્વારમાંથી પ્રવેશતાં નાનો રંગમંડપ આવે છે.
રંગમંડપમાં બે બાજુ બે કાઇનાં પ્રવેશદ્વાર છે. ઘુમ્મટમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પાંચ કલ્યાણક છે. મુખ્ય પ્રવેશદ્વારની દિવાલમાં શ્રી અષ્ટાપદજી, ડાબી બાજુ દ્વાર પર શ્રી ગિરનાર, જમણા દ્વાર પર શ્રી સમેતશીખરજી, ગર્ભદ્વાર ઉપર શ્રી શત્રુંજય તીર્થના પટ છે. રંગમંડપના ગોખમાં યક્ષ-યક્ષિણી, પ્રાસાદ દેવી અને ચક્રેશ્વરી દેવીની આરસની મૂર્તિ છે.
મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પાષાણ પ્રતિમા ૧૧" ની છે. પ્રતિમાને જેસલમેરીયા પીળા રંગનો લેપ કરેલ છે. ૬ પાષાણ પ્રતિમાઓ તથા ૧ ધાતુ પ્રતિમા છે.
દેરાસરની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૩૦ના કારતક વદ ૨ ના રોજ શ્રી પ્રબોધવિજય મહારાજ સાહેબે કરાવી હતી. જેનો લાભ શાંતિલાલ તિલકચંદ લીધો હતો. દેરાસરની વર્ષગાંઠ તિથિના રોજ ચઢાવો બોલી ધ્વજારોપણ થાય છે તથા તે દિવસે જમણવાર થાય છે. દેરાસરની સામે શ્રી જે. મૂ. પૂ. શાહ ઉત્તમચંદ બાપુલાલ જૈન ઉપાશ્રય છે. આ ઉપાશ્રય ભાઈ-બહેનોનો ભેગો જ છે. ઉપાશ્રયની બાજુમાં શાહ ચંપાબેન રમણલાલ જે. મૂ. પૂ. જૈન સેનેટોરિયમ આવેલું છે. ઉપાશ્રય, દેરાસરનો સમગ્ર વહીવટ જૈન આદીશ્વર ભગવાનની પેઢીના હસ્તક છે.