________________
વડોદરાનાં જિનાલયો
૧૫૫
લોખંડના જાળીવાળા મુખ્ય પ્રવેશદ્વારમાંથી પ્રવેશતાં નાનો રંગમંડપ છે. દેરાસરમાં ગભારો અલગ નથી. રંગમંડપમાં આરસના પબાસન પર જ બધી પ્રતિમાઓ બિરાજમાન છે. મૂળનાયક ભગવાન શ્રી પદ્મપ્રભુસ્વામીની પંચતીર્થી પાષાણ પ્રતિમા ૨૭" ની છે. ભગવાનની સામેના ગોખમાં દેવ-દેવીની નાની આરસ પ્રતિમા છે. દેરાસરમાં ૩ ચૌમુખજી, ૧ પંચતીર્થી શ્યામ રંગની છે. ૧૧ જોડ પાદુકાઓ છે. જેની પર નીચે મુજબ લેખ છે.
(૧- ૨) સં. ૧૭૪૭ - શ્રી વિજયતિલકસૂરિ- શ્રી વિજયાણંદસૂરીણાં (૩) સં. ૧૭૪૧, (૪) સં. ૧૭૧૬ શ્રી હિરિવજયસૂરીશ્વરજી (૫) સં. ૧૮૫૩ શ્રી વિનિતિવિજયજીની પાદુકા
અહીંના રહીશોના જણાવ્યા મુજબ દેરાસરમાં ૧૧ પાષાણ પ્રતિમાઓ છે. બધી જ પ્રતિમા માંગલેશ્વર ગામના ખેતરમાંથી નીકળેલી છે.
દેરાસરની સામે નાનું ગુરુમંદિર છે જેમાં શ્રી ઋદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. ની આરસ પ્રતિમા છે. આ જ સ્થળે તેમનો અગ્નિસંસ્કાર થયો હતો.
શ્રી ઋદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. ની પ્રતિમા પરના લેખ મુજબ વિ. સં. ૨૦૨૪ના શ્રાવણ વદ ૪ ને સોમવારે પેથાપુર નિવાસી શેઠ નગીનદાસ ભીખાભાઈ પુનાવાલાએ ભરાવી અને આસો સુદ ૧૦ ને મંગળવાર તા. ૧-૧૦-૬૮ના રોજ મુનિ શ્રી મનોજ્ઞ સાગરજી મહારાજના ઉપદેશથી પ્રતિષ્ઠિત કરાવેલી છે.
ગુરુમંદિરની એક બાજુએ શ્રી માણિભદ્રવીરનું નાનું મંદિર છે જેમાં વચ્ચે આરસની પ્રતિમા છે. ઉપરાંત બાજુમાં અન્ય ત્રણ આરસની તેમની જ પ્રતિમાઓ છે. જે પૈકી બે ઉપર “સં. ૧૮૬૪”નો લેખ છે. મુખ્ય પ્રતિમાજીની પાછળ દિવાલ પર અશોક વૃક્ષ તથા ગ્રામર ઢાળતાં દેવો અને ફૂલની માળા લઈને દેવીઓનું ચિત્ર દોરેલ છે. આ મંદિર ઘુમ્મટબંધી છે. તેના પર ધ્વજ સ્વ. લીલાવતીબેન કાંતિલાલના પરિવારના સભ્યો કાયમી ચઢાવે છે.
- ગુરુમંદિરની બીજી બાજુ શ્રી ઘંટાકર્ણ મહાવીરનું મંદિર છે. તેની પ્રતિષ્ઠા શાહ બાબુભાઈ લક્ષ્મીચંદ અંકલેશ્વરવાળાએ શ્રી ઋદ્ધિસાગરસૂરીશ્વરજીના ઉપદેશથી સં. ૨૦૨૪, મહા સુદ ૬, રવિવાર, તા. ૪-૨-૬૮ના દિવસે કરાવી છે.
દેરાસરની પ્રતિષ્ઠા સં. ૨૦૩૮, મહા સુદ ૮ના રોજ પંન્યાસજી નિત્યાનંદવિજયજી મ. સા. કરાવી. જેનો લાભ કેશરીમલજી પરિવારે લીધો હતો. દેરાસરનો વહીવટ શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસરની પેઢી, ભરૂચ હસ્તક છે. દર વર્ષે મહા સુદ ૧૩ના દિવસે ભરૂચનિવાસી રૂક્ષ્મણીબેન તથા લીલાવતીબેન છોટાલાલ નરભેરામ કોઠીવાલા પરિવાર ધ્વજા ચડાવે છે.
આ જિનાલયનો સમય સં. ૨૦૩૦નો છે.