________________
વડોદરાનાં જિનાલયો
૧૪૫
ગામ : ખાંડિયા તાલુકો : સંખેડા
૬૯. શ્રી નમિનાથ જિનાલય (સં. ૨૦૩૨) સંખેડા તાલુકાથી ૩૪ કિ. મી.ના અંતરે આવેલા ખાંડિયા ગામમાં મૂળનાયક શ્રી નમિનાથ ભગવાનનું એક શિખરવાળું દેરાસર આવેલું છે.
એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી નમિનાથ ભગવાનની ૨૧" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૩ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
વિ. સં. ૨૦૩૨માં પાલનપુર નિવાસી મોતીલાલ કસ્તુરચંદના સુપુત્રી સુશ્રાવિકા શ્રીમતી જયવંતીબેને આ દેરાસર બંધાવેલ છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ જેઠ સુદ ૬ છે. જિનાલયનો સમય સં. ૨૦૩રનો છે.
ગામઃ મોતીપુરા તાલુકો : સંખેડા
૭૦. શ્રી અનંતનાથ જિનાલય સંખેડા તાલુકાના મોતીપુરા ગામમાં મૂળનાયક શ્રી અનંતનાથ ભગવાનનું સામરણયુક્ત દેરાસર આવેલું છે.
એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી અનંતનાથ ભગવાનની ૧૩" ની પાષાણ પ્રતિમા તથા ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે.
ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયઈન્દ્રદિન્નસૂરિજી મ. સા. ની નિશ્રામાં દેરાસરની પ્રતિષ્ઠા થયેલ છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ માગસર સુદ ૬ છે જે નિમિત્તે મોતીપુરા જૈન સંઘ તરફથી શ્રીસંઘજમણ રાખવામાં આવે છે.
ગામમાં શ્રી અનંત જિન પાઠશાળા છે જેમાં આશરે ૨૦ વિદ્યાર્થી ધાર્મિક શિક્ષણ મેળવે છે.
છેલ્લા ૫૦ વર્ષમાં ગામમાંથી ૩ મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરેલ છે.