________________
વડોદરાનાં જિનાલયો
ગામ ઃ છાનતલાવડા તાલુકો : સંખેડા ૬૫. શ્રી આદિનાથ જિનાલય (સં. ૨૦૧૯)
૧૪૩
સંખેડાથી ૨૫ કિ. મી.ના અંતરે આવેલા છાનતલાવડા ગામમાં મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનનું ઘરદેરાસર આવેલું છે.
એક ગર્ભદ્વા૨વાળા ગભારામાં મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનની ૧૩" ની પાષાણ પ્રતિમા તથા ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે.
વિ. સં. ૨૦૧૯માં દેરાસરની પ્રતિષ્ઠા પૂ. ગણિવર્ય શ્રી ઇન્દ્રિવજયજી મ. સા. ની નિશ્રામાં થયેલ જેનો લાભ શેઠ શ્રી ચીમનલાલ મગનલાલ પરિવારે લીધો હતો.
દેરાસરની વર્ષગાંઠ તિથિ ફાગણ સુદ ૫ છે જે નિમિત્તે ધ્વજા ચઢાવવામાં આવે છે. ગામમાં શ્રાવકનો જૈન ઉપાશ્રય તેમજ શ્રી આદિજિન પાઠશાળા છે જેમાં આશરે ૨૫ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે.
ગામમાં હાલ આશરે ૨૫ જૈન કુટુંબો વસે છે. છેલ્લા ૫૦ વર્ષમાં ગામમાંથી ૧ મુમુક્ષુએ દીક્ષા ગ્રહણ કરેલ છે.
જિનાલયનો સમય સં. ૨૦૧૯નો છે.
ગામ ઃ ભગવાનપુરા તાલુકો : સંખેડા ૬૬. શ્રી સુવિધિનાથ જિનાલય (સં. ૨૦૪૧)
સંખેડાથી ૨૫ કિ. મી.ના અંતરે આવેલા ભગવાનપુરા ગામ મધ્યે પૂર્વાભિમુખ, ઘુમ્મટબંધી મૂળનાયક શ્રી સુવિધિનાથ ભગવાનનું દેરાસર આવેલું છે.
લાંબા મોટા ઓટલા ઉપર જમણી બાજુ દેરાસર તેમજ ડાબી બાજુ ઉપાશ્રય આવેલું છે. દેરાસરની ડાબી બાજુ તથા પાછળની ખુલ્લી જગ્યામાં જાસુદના છોડ રોપેલા છે.
એક પ્રવેશદ્વારમાંથી પ્રવેશતાં નાનો રંગમંડપ તેમજ વચ્ચે ગભારો આવે છે. પ્રદક્ષિણા માટે ફરતી જગ્યા છે. અહીં જમણી બાજુ દિવાલ પર લખેલ શિલાલેખ મુજબ વિ. સં. ૨૦૪૧ જેઠ સુદ ૨ બુધવાર તા. ૨૨-૫-૮૫ના દિવસે આચાર્ય શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં હાલ મુંબઈ નિવાસી શેઠ શ્રી રમણિકલાલ દયાળજી (દાઠા) પરિવારના હસ્તે પ્રતિષ્ઠા થયેલ છે.
એક ગર્ભદ્વા૨વાળા ગભારા મધ્યે મૂળનાયક શ્રી સુવિધિનાથ ભગવાનની ૨૧" ની પ્રતિમા સહિત ૩ પાષાણની પદ્માસન મુદ્રામાં પ્રતિમાઓ તથા ૪ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.