________________
વડોદરાનાં જિનાલયો
એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી વિમળનાથ ભગવાનની ૧૩" ની પાષાણ પ્રતિમાઓ તથા ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે.
૧૪૦
વિ. સં. ૨૦૫૭માં દેરાસરની ૫. પૂ. મુનિરાજ શ્રી હેમહંસવિજયજી મ. સા. ની નિશ્રામાં પ્રતિષ્ઠા થયેલ જેનો લાભ શ્રી સિદ્ધિ ચેરીટેબલ ટ્રસ્ટ વતી સુશ્રાવિકા શ્રીમતી દામિનીબેન હર્ષવદન તથા સુલત્તાબેન આસિતભાઈએ (અમદાવાદ) લીધેલ.
દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ વદ ૨ છે જે નિમિત્તે શ્રીસંઘજમણ રાખવામાં આવે છે તેમજ ડાહ્યાલાલ ગઢવાલ (ઘાટકોપરવાળા) ધ્વજા ચઢાવે છે.
ગામમાં શ્રાવકનો શ્રી વિમળનાથ જૈન ઉપાશ્રય તેમજ શ્રી વિમળનાથ જૈન પાઠશાળા છે જેમાં આશરે ૩૫ વિદ્યાર્થી ધાર્મિક શિક્ષણ મેળવે છે.
ગામમાં હાલ આશરે ૭ કુટુંબ વસે છે. જિનાલયનો સમય સં. ૨૦૫૭નો છે.
ગામ : ચાંદણ તાલુકો : સંખેડા ૬૧. શ્રી મહાવીરસ્વામી જિનાલય (સં. ૨૦૫૭)
સંખેડાથી ૧૫ કિ. મી.ના અંતરે કેનાલ પાસે આવેલ ચાંદણ ગામમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાનનું એક શિખરવાળું દેરાસર આવેલું છે.
ગભારામાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાનની ૨૧" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે.
વિ. સં. ૨૦૫૭માં વૈશાખ વદ ૧૧ના દિવસે મુનિ શ્રી હેમહંસવિજયજી મ. સા. ની નિશ્રામાં પ્રતિષ્ઠા થયેલ જેનો લાભ શેઠ શ્રી હેમંતભાઈ બાબુલાલ શાહ પરિવારે લીધેલ.
દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ વદ ૧૧ છે જે નિમિત્તે ચઢાવો બોલીને ધ્વજા ચઢાવવામાં આવે છે.
ગામમાં શ્રી મહાવીરસ્વામી જૈન પાઠશાળા છે જેમાં આશરે ૩૩ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે.
જિનાલયનો સમય સં. ૨૦૫૭નો છે.