________________
વડોદરાનાં જિનાલયો
૧૩૭
૩000 પુસ્તકનો જ્ઞાનભંડાર છે.
છેલ્લા ૫૦ વર્ષમાં ગામમાંથી ૩ મુમુક્ષુએ દીક્ષા ગ્રહણ કરેલ છે. જિનાલયનો સમય સં. ૨૦૫૯નો છે.
ગામ : તાડકાછલા તાલુકો : જેતપુર-પાવી
૫૪. શ્રી સંભવનાથ જિનાલય જેતપુર-પાવી તાલુકામાં આવેલ તાડકાછલા ગામમાં મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર આવેલ છે.
ત્રણ ગર્ભદ્વારવાળા ગભારા પૈકી મુખ્ય ગભારામાં મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાનની આરસ પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે.
દેરાસરની પ્રતિષ્ઠા આચાર્ય શ્રી જગચંદ્ર મ. સા. ની નિશ્રામાં થયેલ.
દેરાસરની વર્ષગાંઠ તિથિના દિવસે ગામમાં શ્રીસંઘજમણ રાખવામાં આવે છે તેમજ ધ્વજા ચઢાવવામાં આવે છે.
ગામમાં શ્રી સંભવનાથ પાઠશાળા છે જેમાં ૧૦ વિદ્યાર્થી ધાર્મિક શિક્ષણ મેળવે છે.
ગામ: નાની બુમડી તાલુકો : જેતપુર-પાવી
૫૫. શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલય (સં. ૨૦૫૯) જેતપુર-પાવી તાલુકામાં આવેલ નાની બુમડી ગામમાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનું ઘુમ્મટબંધી દેરાસર આવેલ છે.
ત્રણ ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનની ૨૧" ની પ્રતિમા સહિત ૪ પાષાણ પ્રતિમાઓ તથા ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે.
વિ. સં. ૨૦૫૯માં દેરાસરની પૂ. મુનિરાજ શ્રી હેમહંસવિજયજી મ. સા. ની નિશ્રામાં પ્રતિષ્ઠા થયેલ જેનો લાભ શેઠ શ્રી રાજેન્દ્રકુમાર દલિચંદ સફલેચા પરિવારે લીધેલ.
દેરાસરની વર્ષગાંઠ તિથિ માગસર સુદ ૬ છે. જે નિમિતે સંઘ તરફથી શ્રીસંઘજમણ રાખવામાં આવે છે.
ગામમાં શ્રાવકનો એક ઉપાશ્રય, શ્રી મહાવીરસ્વામી જૈન પાઠશાળા છે જેમાં ૨૦ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે.
ગામમાં હાલ આશરે ૨૦ થી ૨૫ જૈન કુટુંબો વસે છે. જિનાલયનો સમય સં. ૨૦૫૯નો છે.