________________
વડોદરાનાં જિનાલયો
૧૩૫
ગામઃ ભીંડોલ તાલુકો : જેતપુર-પાવી
૫૦. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય (સં. ૨૦૫૫) જેતપુર-પાવી તાલુકાથી ૨૦ કિ.મી.ના અંતરે આવેલ ભીંડોલ મધ્ય મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું ત્રણ શિખરવાળું દેરાસર આવેલ છે.
ગભારામાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ૧૭" ની પાષાણ પ્રતિમા, ૨ ધાતુ પ્રતિમાઓ તેમજ શ્રી ચક્રેશ્વરી દેવી અને શ્રી પદ્માવતી દેવીની મૂર્તિઓ બિરાજમાન છે.
| વિ. સં. ૨૦૫૫માં ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય ઇન્દ્રજિન્નસૂરિ મ. સા. ની નિશ્રામાં પ્રતિષ્ઠા કરવામાં આવેલ જેનો લાભ સુશ્રાવિકા શ્રીમતી સરોજબેન પરિવારે લીધેલ.
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ર છે જે નિમિત્તે શ્રીસંઘજમણ રાખવામાં આવે છે. તેમજ શ્રીમતી સરોજબેન શાહ પરિવાર તરફથી ધ્વજા ચઢાવવામાં આવે છે.
ગામમાં શ્રાવકો માટે એક જૈન ઉપાશ્રય છે. જિનાલયનો સમય સં. ૨૦૫૫નો છે.
ગામ : ધરોલીયા તાલુકો : જેતપુર-પાવી
૫૧. શ્રી મહાવીરસ્વામી જિનાલય (સં. ૨૦૨૪) જેતપુર-પાવી તાલુકાથી ૨૦ કિ. મી.ના અંતરે આવેલ ધરોલીયા ગામમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાનનું ઘુમ્મટબંધી દેરાસર આવેલું છે.
એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાનની ૧૩" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે.
- વિ. સં. ૨૦૨૪માં દેરાસરની ૫. પૂ. ગણિવર્ય શ્રી ઇન્દ્રવિજયજી મ. સા. ની નિશ્રામાં પ્રતિષ્ઠા થયેલ જેનો લાભ શેઠ શ્રી રસીકલાલ ચુનીલાલ ભંડારીએ લીધેલ.
દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૧૦ છે જે નિમિત્તે ધ્વજા ચઢાવવામાં આવે છે.
ગામમાં શ્રાવકનો જૈન ઉપાશ્રય તેમજ શ્રી મહાવીર સ્વામી જિન પાઠશાળા છે જેમાં ૨૦ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે.
ગામમાં હાલ આશરે ૧૦ જૈન કુટુંબો વસે છે. જિનાલયનો સમય સં. ૨૦૨૪નો છે.