________________
૧૩૨
વડોદરાનાં જિનાલયો
ગામમાં હાલ ૨૦થી ૨૫ જૈન કુટુંબો વસે છે. જિનાલયનો સમય સં. ૨૦૧૩નો છે.
ગામ: નવાનગર તાલુકોઃ જેતપુર-પાવી
૪૫. શ્રી લોદ્રા પાર્શ્વનાથ જિનાલય (સં. ૨૦૫૪) જેતપુર-પાવી તાલુકાથી ૧૧ કિ. મી.ના અંતરે આવેલ નવાનગરમાં મૂળનાયક શ્રી લોદ્રવા પાર્શ્વનાથ ભગવાનનું એક શિખરવાળું દેરાસર આવેલ છે.
એક ગર્ભદ્વારવાળા ગભારા મધે મૂળનાયક શ્રી લોદ્રવા પાર્શ્વનાથ ભગવાનની ૨૧" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. . .
વિ. સં. ૨૦૫૪માં આચાર્ય શ્રી કનકરત્નસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં પ્રતિષ્ઠા કરવામાં આવેલ જેનો લાભ તાડદેવ, મુંબઈ નિવાસી કાંતિલાલ શાહ પરિવારે લીધેલ છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ માગસર સુદ ૧૪ છે જે નિમિત્તે સંઘ તરફથી જમણવાર કરવામાં આવે છે તેમજ ચઢાવો બોલીને ધ્વજા ચઢાવવામાં આવે છે.
હાલ ગામમાં આશરે ૧૦ જૈન કુટુંબો વસે છે.
ગામઃ મોટા બુટિયાપુરા તાલુકો : જેતપુર-પાવી
૪૯. શ્રી અનંતનાથ જિનાલય (સં. ૨૦૪૦ ની આસપાસ) જેતપુર-પાવી તાલુકાથી ૧૨ કિ. મી.ના અંતરે આવેલ મોટા બુટિયાપુરા ગામમાં મૂળનાયક શ્રી અનંતનાથ ભગવાનનું એક શિખરવાળું દેરાસર આવેલ છે.
એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી અનંતનાથ ભગવાનની ૧૫" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૧ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર નીચે મુજબનો લેખ કોતરવામાં આવ્યો છે.
“અનંતનાથ બિંબ કુંભાસણ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘેન શ્રી સંઘ શ્રેયસે કા. પ્ર. ચ. તપા શાસન શ્રી વિજય નેમિ વિજ્ઞાન કસ્તૂરસૂરિ પટ વિજયચન્દ્રોદયસૂરીશ્વરોપદેસેન કારિતે શ્રી અંજનશલાકા મહોત્સવે વિ. દેવસૂરિભિઃ ચન્દ્રોદયસૂરીશ્વર, વિ. હેમચન્દ્રસૂરિ . . .
૨૦ વર્ષ અગાઉ માગસર સુદ ૬ના દિવસે મુનિ શ્રી અરૂણિવજયજી મ. સા. ની નિશ્રામાં કુંભાસણ જૈન સંઘ, મુંબઈ દ્વારા પ્રતિષ્ઠા થયેલ અને દર વર્ષે તે વર્ષગાંઠના દિવસે