________________
વડોદરાનાં જિનાલયો
૧૩૧
ગામમાં હાલ ૨૦ જૈન કુટુંબો વસે છે. જિનાલયનો સમય સં. ૨૦૫૮નો છે.
ગામ : પાટીયા તાલુકો : જેતપુર-પાવી
૪૩. શ્રી શીતળનાથ જિનાલય (સં. ૨૦૫૯) જેતપુર-પાવી તાલુકાથી ૧૦ કિ.મી.ના અંતરે આવેલ પાટીયા ગામમાં મૂળનાયક શ્રી શીતળનાથ ભગવાનનું એક શિખરવાળું દેરાસર આવેલ છે.
એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી શીતળનાથ ભગવાનની ૧૯" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે.
વિ. સં. ૨૦૫૯માં પૂ. મુનિરાજ શ્રી હેમહંસવિજયજી મ. સા. ની નિશ્રામાં દેરાસરની પ્રતિષ્ઠા થયેલી છે જેનો લાભ દામિનીબેન હર્ષવદનભાઈએ લીધેલ છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા વદ ૩ છે.
ગામમાં કુસુમબેન ખાંતીલાલ જૈન પાઠશાળા છે જેમાં આશરે ૫૦ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે.
ગામમાં હાલ ૨૫ થી ૩૦ જૈન કુટુંબો વસે છે. જિનાલયનો સમય સં. ૨૦૫૯નો છે.
ગામ: ગડોથ તાલુકો : જેતપુર-પાવી
૪૪. શ્રી શાંતિનાથ જિનાલય (સં. ૨૦૧૩) જેતપુર-પાવી તાલુકાથી ૧૦ કિ. મી.ના અંતરે આવેલ ગડોથ ગામમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું એક શિખરવાળું દેરાસર આવેલ છે.
એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ૧૫" ની પાષાણ પ્રતિમા સહિત ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે.
વિ. સં. ૨૦૧૩માં દેરાસરની પ્રતિષ્ઠા, પૂ. મુનિરાજ શ્રી અનંતબોધિ મ. સા. ની નિશ્રામાં થયેલ, જેનો લાભ કાંતિલાલ ઉજમલાલ શાહે લીધેલ છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ ચૈત્ર સુદ ૫ છે.
ગામમાં શ્રી શાંતિનાથ જૈન પાઠશાળા છે.