________________
૧૩૦
વડોદરાનાં જિનાલયો
દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૫ છે જે નિમિત્તે સંઘ તરફથી જમણવાર કરવામાં આવે છે તેમજ જોરૂમલજીભાઈ ખોડલાવાળા પરિવાર તરફથી ધ્વજા ચઢાવવામાં આવે છે.
ગામમાં શ્રી વાસુપૂજય જૈન પાઠશાળા છે, જેમાં ૨૦ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે.
ગામમાં હાલ આશરે ૨૦ થી ૨૫ જૈન કુટુંબો વસે છે. જિનાલયનો સમય સં. ૨૦૫૪નો છે.
ગામ કુકણા તાલુકો : જેતપુર - પાવી
૪૧. શ્રી શાંતિનાથ જિનાલય (સં. ૨૦૫૬) જેતપુર-પાવી તાલુકાથી ૮ કિ. મી.ના અંતરે આવેલા કુકણા ગામમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું છાપરાબંધી દેરાસર આવેલું છે.
દેરાસરમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ૧૧" ની એકમાત્ર ધાતુ પ્રતિમા બિરાજમાન છે.
વિ. સં. ૨૦૧૬માં દેરાસરની સ્થાપના કરવામાં આવેલ છે.
ગામમાં શ્રી મહાવીરસ્વામી જૈન પાઠશાળા છે જેમાં આશરે ૪૦ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે.
ગામમાં હાલ ૨૦ જૈન કુટુંબો વસે છે. જિનાલયનો સમય સં. ૨૦૫૬નો છે.
ગામઃ બારાવાડ તાલુકો : જેતપુર-પાવી
૪૨. શ્રી સુમતિનાથ જિનાલય (સં. ૨૦૫૮) જેતપુર-પાવી તાલુકાથી ૮ કિ. મી.ના અંતરે આવેલ બારાવાડ ગામમાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાનનું છાપરાબંધી ઘરદેરાસર આવેલ છે.
દેરાસરમાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાનની ૧૧" ની પ્રતિમા સહિત ર ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
વિ. સં. ૨૦૫૮માં દેરાસરની સ્થાપના કરવામાં આવેલ છે.
ગામમાં શ્રી સુમતિનાથ જૈન ધાર્મિક પાઠશાળા છે જેમાં આશરે ૩૮ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે.