________________
વડોદરાનાં જિનાલયો
૧૨૭ ધર્મસૂરીશ્વરજી મ. સા. ની દિવ્ય કૃપા વર્ષો પ. પૂ. સાહિત્ય કલારત્ન આ. શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મ. સા. પ. પૂ. શતાવધાની આ. શ્રી જયાનન્દસૂરીશ્વરજી મ. સા.ના શુભાવાદ સહ પ. પૂ. વ્યા. સા. ન્યા. તીર્થ આ. દેવ શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મ. સા. ૫. પૂ. શ્રી લલિતસેનવિજયજી મ., પૂ. મુનિ શ્રી રાજરત્નવિજયજી, પૂ. મુનિ જિનેન્દ્રવિજયજી, પૂ. મુનિ હરિષણ વિ. આદિની નિશ્રામાં વિ. સં. ૨૦૫૦ પોષ વદિ ૧૨ તા. ૭-૨-૯૪ સોમવારથી મહા સુદી ૫ તા. ૧૫-૨-૯૪ મંગળવાર સુધી નવ દિવસના સવાર સાંજ ૧૮ સાધર્મિક વાત્સલ્ય, પૂજાઓ . . . . . • • • •
પ્રતિષ્ઠા :- વિ. સં. ૨૫૨૦ વિ. સં. ૨૦૫૦ મહા સુદી ૪ તા. ૧૪-૨-૯૪ સોમવારે મધ્યાહૂં શાંતાબેન નેમચંદ, રમેશચંદ્ર નેમચંદે લાભ લીધો.”
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૪ છે જે નિમિત્તે સંઘ તરફથી જમણવાર થાય છે તેમજ દિનેશભાઈ અંબાલાલ શાહ પરિવાર તરફથી પાંચ વર્ષ માટે ધ્વજા ચઢાવવામાં આવે છે.
દેરાસરની બાજુમાં શ્રાવક-શ્રાવિકાનો એક ઉપાશ્રય છે. ગામમાં હાલ ૧૫ જૈન કુટુંબો રહે છે. જિનાલયનો નિર્માણ સમય સં. ૨૦૫૦નો છે.
ગામ : પાણીબાર તાલુકો : જેતપુર - પાવી
૩૬. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય (સં. ૨૦૪૩) જેતપુર-પાવી તાલુકાથી ૩ કિ.મી.ના અંતરે આવેલા પાણીબાર ગામ મધ્યે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું ધાબાબંધી દેરાસર આવેલું છે.
દેરાસરમાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની ૨૧" ની પાષાણ પ્રતિમા તથા ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે.
વિ. સં. ૨૦૪૩માં દેરાસરની સ્થાપના કરવામાં આવી હતી. આચાર્ય શ્રી ઈન્દ્રન્નિસૂરિ મ. સા. ની નિશ્રામાં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
વૈશાખ વદ ૧૧ દેરાસરની વર્ષગાંઠ તિથિ છે. તે નિમિત્તે જમણવાર થાય છે.
ગામમાં શ્રાવકોનો ઉપાશ્રય તેમજ જૈન પાઠશાળા આવેલ છે. પાઠશાળામાં ૫૦ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે.
ગામમાં હાલ આશરે ૨૦ થી ૨૫ જૈન કુટુંબો વસે છે તેમજ છેલ્લા ૫૦ વર્ષમાં ગામમાંથી ૪ મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરેલ છે.
| જિનાલયનો સમય સં. ૨૦૪૩નો છે.