________________
૧૨૬
વડોદરાનાં જિનાલયો વિજયાદશ. . . . ”
૭ જૈન કુટુંબોની વસ્તી ધરાવતા ગામમાં આવેલ દેરાસરનો જીર્ણોદ્ધાર અગાઉ થયેલો છે. વિ. સં. ૨૦૩૫માં માગસર સુદ ૫ ના દિવસે તા. ૪-૧૨-૭૮ના રોજ પુન:પ્રતિષ્ઠા થયેલ છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૫ છે જે નિમિત્તે જમણવાર કરવામાં આવે છે તેમજ લ્હાણું આપવામાં આવે છે. દાનમલજી કપુરચંદજી પરિવાર તરફથી ધ્વજા ચઢાવવામાં આવે છે.'
આ જ વિસ્તારમાં શ્રાવક-શ્રાવિકા બંનેના ઉપયોગ માટેનો એક “વ્યારા જૈન ઉપાશ્રય” આવેલ છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. અહીં ૪ પાષાણ પ્રતિમાઓ તથા ર ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે ૧૫૦૦માં આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ મગનલાલ માણેકચંદ તેનો વહીવટ કરતા હતા. મૂળનાયક ભગવાનની પ્રતિમા પરના લેખની સંવત ૧૮૬૬ છે. દેરાસરની સ્થિતિ સારી હતી.
જિનાલયનો સમય સં. ૧૫૦૦નો છે.
ગામઃ જેતપુર - પાવી તાલુકો : જેતપુર - પાવી
૩૫. શ્રી ધર્મનાથ જિનાલય (સં. ૨૦૫૦) * જેતપુર પાવી ગામમાં તલાવ રોડના બજાર મધ્યમાં અંદરની બાજુ પર જમણી બાજુ મૂળનાયક શ્રી ધર્મનાથ ભગવાનનું ઘુમ્મટબંધી, આરસનું, પૂર્વાભિમુખ જિનાલય આવેલ છે.
પાંચ પગથિયાં ચઢતાં એક દ્વાર છે જેની ઉપર પત્થરનું ધર્મચક્ર છે જ્યાંથી રંગમંડપમાં પ્રવેશ થાય છે, જ્યાં વિવિધ તીર્થપટ તેમજ બે બાજુ ગોખમાં શ્રી માણિભદ્રવીર અને શ્રી ઘંટાકર્ણ વીરની પ્રતિમા છે. ગર્ભદ્વારની બહાર ગોખમાં શ્રી કિન્નર યક્ષ તથા શ્રી પ્રજ્ઞપ્તિ (કન્દપ) યક્ષિણીની મૂર્તિઓ બિરાજમાન છે.
૩ ગર્ભદ્વારવાળા ગભારા પૈકી મુખ્ય ગર્ભદ્વારે મૂળનાયક શ્રી ધર્મનાથ ભગવાનની ૧૫" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૩ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
વિ. સં. ૨૦૫૦માં દેરાસરની સ્થાપના કરવામાં આવેલી જેની પ્રતિષ્ઠા આ. શ્રી સૂર્યોદયસૂરિ મહારાજની નિશ્રામાં થયેલ જેનો લાભ સુશ્રાવિકા શ્રીમતી શાંતાબેન નેમચંદ, રમેશભાઈ નેમચંદે લીધેલ છે. પ્રશસ્તિ નીચે મુજબ છે.
શ્રી ધર્મનાથ જિનાલય પ્રતિષ્ઠા મહોત્સવ “જૈન શાસનના પરમ જ્યોતિર્ધર પૂજ્યપાદ યુગદિવાકર આચાર્ય ભ. શ્રી વિજય