SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ વડોદરાનાં જિનાલયો પરના લેખની સંવત ૧૮૪૪ જણાવાઈ છે. દેરાસરની સ્થિતિ સારી હતી. જિનાલયનું સંચાલન કરતી વહીવટી પેઢી તરફથી આપવામાં આવેલ માર્ગદર્શિકામાં જણાવ્યાનુસાર આ જિનાલય પ્રાચીન સમયમાં ગામની વચ્ચોવચ હતું પરંતુ, કુદરતી આપત્તિ આવવાને કારણે ઢાઢર નદી ઢસડાઈ આવીને છેલ્લા કેટલાક વર્ષોથી જિનમંદિરની બાજુમાંથી જ વહેતી થઈ છે. વળી જિનમંદિરમાં વર્ષો પૂર્વે બે ભોંયરાં હતાં જે પૈકી એક ગંધાર તીર્થ જતું હતું અને બીજું ખંભાત તીર્થ જતું હતું. આશરે ૮૫૦ વર્ષ પહેલાં હંસરાજ અને વચ્છરાજ નામના બે ભવ્યાત્માઓએ જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવેલ. તે સમયે ગામમાં ૧૫૦૦ જેટલા જૈને કુટુંબો વસતાં હતાં. છેલ્લે વિ. સં. ૨૦૧૮માં વડોદરાથી છરી પાલિત સંઘ લઈ પધારેલ શ્રી પદ્મવિજયજી મ. સા.ના ઉપદેશથી જીર્ણોદ્ધાર કરવાનો નિર્ણય થતાં સં. ૨૦૩૦માં શરૂ કરી સં. ૨૦૩૫માં પૂર્ણ થયેલો. જિનાલયમાં પ્રજવલિત કરવામાં આવેલ અખંડ દીપકમાં હજુ આજે પણ કેશરની મેંશ થતી જોવા મળે છે. તદ્ઉપરાંત અતિપ્રાચીન એવી આ પ્રતિમાના દર્શનથી ઘણા ભાવિકોને વિવિધ ચમત્કારોનો અનુભવ પણ થયો છે. ગામઃ વ્યારા (અંતાલી) તાલુકો : વાઘોડીયા ૩૪. શ્રી ચંદ્રપ્રભસ્વામી જિનાલય (સં. ૧૫૦૦) વાઘોડીયા તાલુકાથી ૭ કિ. મી.ના અંતરે વ્યારા ગામમાં બજારમાં, પરબડી પોળ મધ્યે પૂર્વાભિમુખ, ઘુમ્મટબંધી મૂળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામીનું આરસયુક્ત પ્રાચીન જિનાલય આવેલું છે.. જિનાલયના પ્રાંગણમાં આવેલા લાંબા વિશાળ પથની આજુ-બાજુ પૂજા માટે ફૂલ-ઝાડ રોપેલાં છે તેમજ વિશાળ પ્રાંગણ ચારે બાજુ ફરતી દિવાલથી રક્ષિત છે. ત્રણ પ્રવેશદ્વારવાળાં જિનાલયમાં મુખ્ય પ્રવેશદ્વારથી રંગમંડપમાં પ્રવેશતાં ઉપર ઘુમ્મટમાં શ્રી મહાવીર સ્વામીના જીવનપ્રસંગો ચિત્રિત કરેલાં છે. તેમજ બે બાજુ દિવાલમાં ઉપરની બાજુ ૨૪ તીર્થકર ભગવાનોનાં ચિત્રો ચિત્રિત કરેલ છે. જમણી બાજુ દિવાલે શ્રી શત્રુંજય તીર્થનો પટ છે. એક ગર્ભદ્વારવાળા ગભારા મધે મૂળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામીની ૧૯" ની પ્રતિમા સહિત ૫ પાષાણ પ્રતિમાઓ તથા ૩ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની પ્રતિમા પર નીચે મુજબ લેખ છે. “શ્રી ચંદ્રપ્રભુ બિંબ સંવત ૧૮૬૬ વર્ષે વૈશાખ માસે શુક્લ પક્ષે ૧૦ ગુરુ શ્રી
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy