________________
૧૨૪
વડોદરાનાં જિનાલયો
ગામ : વણછરા તાલુકો : પાદરા
૩૩. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય પાદરાથી ૩૩ કિ.મી.ના અંતરે વણછરા ગામ આવેલું છે જે પ્રાચીન વચ્છનગર નામથી પ્રચલિત હતું. આ ગામમાં ઢાઢર નદીને કિનારે પ્રાચીન શિખરબંધી જિનાલય આવેલું છે..
લોખંડની જાળીથી સુરક્ષિત કરેલ ઓટલા પર સાતેક પગથિયાં ચઢીને પ્રવેશદ્વાર છે. મુખ્ય પ્રવેશદ્વારની બે બાજુએ બે દ્વારપાળની આકૃતિ ચિત્રિત કરેલી છે.
મુખ્ય પ્રવેશદ્વારના સન્મુખ ગભારામાં મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથની શ્વેત આરસની ૨૫" ની પ્રતિમા છે.
જમણી બાજુના દ્વારની સન્મુખ એક નાની દેવકુલિકાની રચના કરવામાં આવી છે જેમાં સહસ્ત્રફણા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે જેની પ્રતિષ્ઠા આચાર્ય શ્રી વિજય યશોભદ્રસૂરિના શિષ્ય શ્રી મુનિરાજરત્નવિજયની નિશ્રામાં શ્રી ધરણેન્દ્ર શ્રી પદ્માવતી માતા સહિત સં. ૨૦૩૫ જેઠ સુદ ૧૩ના દિવસે કરવામાં આવેલ છે. જિનાલયમાં કુલ ૪ પાષાણ પ્રતિમાઓ તથા ૨ ધાતુ મૂર્તિઓ અને ૪ યંત્રો બિરાજમાન છે.
મૂળનાયક ભગવાન શ્રી ચિંતામણી પાર્શ્વનાથની પ્રતિમા પર નીચે મુજબનો લેખ છે.
શ્રી અહમ્ ચિંતામણિ પાર્શ્વનાથ જિનબિંબ સંવત ૧૮૪૪ વર્ષે વૈશાખ માસે શુક્લ પક્ષે દસમી ૧૦ ગુરુવારે શ્રી વિજય આનંદસૂરિગચ્છ ભટ્ટા. શ્રી વિજયલક્ષ્મીસૂરિભિઃ . . . . . . . શ્રીમાલી સમસ્તસંઘેન જિનબિંબ જુહારિ.”
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૧૩ ને દિવસે દર વર્ષે શ્રી અશોકચંદ્ર છોટાલાલ શાહ પરિવાર ધ્વજા બદલે છે. આ નિમિત્તે શ્રી સંઘ તરફથી જમણવાર પણ થાય છે.
શ્રી વણછરા ચિંતામણી પાર્શ્વનાથ જૈન છે. મૂ. પૂ. તીર્થની પેઢી દ્વારા સંચાલિત ધર્મશાળા તેમજ ભોજનશાળાની પણ વ્યવસ્થા દેરાસરની બાજુમાં જ કરવામાં આવેલ છે. વિહારકાળમાં પધારતા સાધુ સાધ્વીજી ભગવંતો માટે પણ રોકાણની સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે.
ગામમાં હાલ એક પણ જૈન કુટુંબ રહેતું નથી પરંતુ, એક તીર્થનું સ્થાન પામી ચૂકેલા આ ગામમાં પ્રભાવી પ્રતિભા ધરાવતા આ જિનાલયના દર્શનાર્થે ઘણા ભાવિકો પધારે છે.
ઐતિહાસિક સંદર્ભ સંવત ૧૯૬૩ જૈન શ્વેતાંબર ડિરેકટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. અહીં ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૩ ધાતુ પ્રતિમાઓ હતી.
સંવત ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘરદેરાસર તરીકે થયો છે. અહીં ૩ પાષાણ પ્રતિમાઓ અને ૩ ધાતુ પ્રતિમાઓ હતી. મૂળનાયક ભગવાનની પ્રતિમા