________________
વડોદરાનાં જિનાલયો
૬ પગથિયાં ચઢીને કાષ્ઠનું ૧ પ્રવેશદ્વાર આવે છે જ્યાંથી રંગમંડપમાં પ્રવેશ થાય છે જ્યાં રંગીન થાંભલા છે.
૧૧૮
૧ ગર્ભદ્વારવાળા ગભારામાં સુંદર રંગીન કોતરણી જોવા મળે છે. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ૧૩" ની પ્રતિમા સુંદર કોતરણી તથા આરસના અષ્ટમંગલયુક્ત પબાસન પર બિરાજમાન છે. ગભારામાં ત્રણેય પાષાણ પ્રતિમાઓ જેમાં શ્રી શાંતિનાથ ભગવાનની પદ્માસન મુદ્રામાં છે તથા ૧ ધાતુ પ્રતિમા ગભારામાં બિરાજમાન છે.
ડાબી બાજુના દ્વારથી નીકળીને ભોંયરામાં જવાય છે. ૧ નાના ગર્ભદ્વારયુક્ત ભોંયરામાં શ્રી અજિતનાથ ભગવાનની ૩૯"ની પ્રતિમા સહિત ૩ શ્યામ પાષાણની પ્રતિમાઓ બિરાજમાન છે.
પચાસેક વર્ષ પહેલાં કાષ્ઠના દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવવાની જરૂર જણાતાં બાજુમાં નવું દેરાસર બનાવ્યું. આ સમયે મૂળનાયક ભગવાનની પ્રતિમાનું ઉત્થાપન કરી નવા દેરાસરમાં પ્રતિષ્ઠા કરવાની હતી પરંતુ પ્રતિમાજી ત્યાં પ્રતિષ્ઠિત ન થવાથી શ્રી સુમતિનાથ ભગવાનના નવા બનાવેલા દેરાસરમાં પ્રતિમા ચલપ્રતિષ્ઠિત કરવામાં આવી અને શ્રી શાંતિનાથ ભગવાનનું બીજું નાનું દેરાસર જે હાલ ઉપલબ્ધ છે તે બનાવી પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૬ છે જે નિમિત્તે શ્રી અંબાલાલ નગીનદાસ પરિવાર તરફથી ધ્વજા ચઢાવવામાં આવે છે.
ગામમાં શ્રાવકનો એક ઉપાશ્રય છે. હાલ એક જ જૈન કુટુંબ રહે છે તેમજ છેલ્લા ૫૦ વર્ષમાં ગામના ૨ દીક્ષાર્થીઓએ દીક્ષા ગ્રહણ કરેલી છે.
ગામ : સાંધી તાલુકો : પાદરા
૨૮. શ્રી આદીશ્વર જિનાલય (સં. ૧૯૫૩)
પાદરાથી ૯ કિ.મી.ના અંતરે આવેલ સાંધી ગામમાં વાંટાના ટેકરા પર ધાબાબંધી આરસયુક્ત શ્રી આદીશ્વર જિનાલય આવેલ છે.
કાષ્ઠના એક દરવાજામાંથી પ્રવેશતાં નાનો નૃત્યમંડપ આવે છે. અહીં દિવાલ પર એક બોર્ડ લગાવવામાં આવેલું છે. જેમાં દેરાસરની સ્થાપના તથા જીર્ણોદ્ધારની વિગતો લખવામાં આવી છે જે નીચે મુજબ છે.
“આશરે ૧૫૦ વર્ષ પહેલાં ગામમાં ૪૦ જેટલાં વીશા-નીમા જૈન કુટુંબોની વસ્તી હતી. તે સમયે ઘરદેરાસ૨માં ધાતુનાં પ્રતિમાજી પૂજાતાં હતાં. ત્યાર બાદ શ્રી સંધે જિનાલય બનાવવાનો નિર્ણય કર્યો અને પાલીતાણા મુકામે અંજનશલાકા થયેલ પ્રતિમાજીને ખભે વહન કરીને અત્રે લાવી સં. ૧૯૫૩માં અહીં પ્રતિષ્ઠા કરવામાં આવેલ. ત્યાર બાદ વિ. સં. ૨૦૩૬માં જીર્ણોદ્ધાર