________________
૧૧૨
વડોદરાનાં જિનાલયો ભગવાન સહિત ૫ પાષાણ પ્રતિમાઓ બિરાજમાન છે.
જિનાલયના ચોકમાં ૧ દેવકુલિકામાં આરસની ચૌમુખી પ્રતિમા છે જેમાં (૧) શ્રી સુપાર્શ્વનાથજીની ૧૫", (૨) શ્રી સંભવનાથજીની ૧૫", (૩) શ્રી પદ્મપ્રભુસ્વામીની ૧૫" અને (૪) શ્રી આદિનાથજીની ૧૭" ની પ્રતિમા બિરાજમાન છે.
બાજુમાં એક ગોખલામાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાંની જોડ આરસની છે જેની ઉપરની દિવાલમાં સોનેરી રંગથી સમવસરણનું સુંદર ચિત્ર દોરેલ છે.
ચૌમુખજીની દેવકુલિકાની નીચે ભોયરું આવેલ છે. ભોયરામાં શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનની શ્યામવર્ણની ૨૫" ની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. શ્રી ગૌતમસ્વામીની રાતા વર્ણની ધાતુની પ્રતિમા પણ બિરાજમાન છે.
ચૌમુખજીની દેવકુલિકાની બાજુમાં ઓસરી જેવા ભાગમાં દિવાલ પર અલગ-અલગ પટ છે. જેમાં શ્રી મહેસાણા તીર્થ, શ્રી કાપરડાજી, શ્રી રાણકપુર, કલ્પવૃક્ષ, શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન, શ્રી સ્થૂલભદ્રજી, શ્રી વજસ્વામીનો પ્રસંગ, શ્રી કુરગડુ મુનિ, શ્રી નાગદત્ત, શ્રી ગિરનારજી, ભોપાલના શ્રી શાંતિનાથ, શ્રી આદિનાથ ભગવાન, શ્રી મહાવીરસ્વામીનો આમલકી ક્રિડાનો પ્રસંગ, શ્રી પદ્માવતી દેવી, શ્રી આદીશ્વર ભગવાનને શ્રેયાંસકુમાર દ્વારા પારણું, શ્રી અષ્ટાપદજી, શ્રી માનતુંગ મુનિ, શ્રી ઈલાચીકુમાર, મેઘમાળી, દીક્ષા કલ્યાણક, અતિમુક્તક મુનિ, સંગમનો શ્રી વીરપ્રભુને ઉપસર્ગનો પ્રસંગ, શ્રી વીરપ્રભુ દ્વારા દેવદૂષ્ય વસ્ત્રનું અનુકંપાદાન, કેવલજ્ઞાન કલ્યાણક, નલિનીગુલ્મ વિમાન, શ્રી અવંતી સુકુમારનો પ્રસંગ, ચંડકૌશિકનો પ્રસંગ, શ્રી વીરપ્રભુને ગોવાળિયાનો ઉપસર્ગ તથા ખીલા કાઢવાનો પ્રસંગ, શ્રી ચંદનબાળાનો પ્રસંગ તથા પાવાપુરીના જળમંદિરના સુંદર પટો છે.
દેરાસરની બાજુમાં “ધર્મવિહાર જૈન આરાધના ભવન” નામનો ઉપાશ્રય છે. વળી “આત્મારામજી જૈન પાઠશાળામાં આશરે ૩૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગામમાં હાલ ૧૨૦ જૈન કુટુંબો રહે છે. આ દેરાસરની વર્ષગાંઠ તિથિ જેઠ સુદ ૫ ના દિવસે વારાફરતી ધ્વજા ચઢાવવામાં આવે છે. છેલ્લા ૫૦ વર્ષમાં આ ગામની કુલ ૪૭ વ્યક્તિઓએ દીક્ષા ગ્રહણ કરેલ છે.
ઐતિહાસિક સંદર્ભ પાદરામાં હાલ જયાં શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલય છે ત્યાં પૂર્વે શ્રી વાસુપૂજયસ્વામીનું દેરાસર હતું. આ જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો ત્યારે શ્રી વાસુપૂજયસ્વામીની પ્રાચીન પ્રતિમાજી નૂતન જિનાલયના શિખરના ગભારામાં ઉપરના માળે પ્રતિક્તિ કરવામાં આવ્યા અને મુખ્ય જિનાલયમાં મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુની નવી પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ શ્રી વાસુપૂજયસ્વામીના જિનાલયનો ઉલ્લેખ સંવત ૧૭૨૮ના પોષ સુદ ૭ના રોજ શ્રી પદ્મવિજયજી રચિત શ્રી ઉત્તમવિજયજી નિર્વાણ રાસ નામની કૃતિમાં આ મુજબ છે.