________________
વડોદરાનાં જિનાલયો
૧૧૧
પ્રતિમાઓ હતી. શ્રી સંઘે લગભગ ૧૫૦૦માં આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ મોતીલાલ ચુનીલાલ તેનો વહીવટ કરતા હતા. મૂળનાયકની પ્રતિમા પર લેખની સંવત ૧૮૪૫ છે. દેરાસરની સ્થિતિ સાધારણ હતી.
વર્તમાન શ્રી નમિનાથ જિનાલયનો સમય સં. ૨૦૧૩નો છે. તે અગાઉ શ્રી પાર્શ્વનાથ જિનાલયનો સમય સં. ૧૫૦૦નો છે.
ગામ : પાદરા તાલુકો : પાદરા ૨૩. શ્રી શાંતિનાથ જિનાલય (સં. ૧૯૯૩ પૂર્વે ) પાદરા ગામમાં નવઘરીમાં પ્રવેશતાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું ૩ શિખરવાળું, સાદા પત્થર અને આરસયુક્ત આશરે ૪૫૦ વર્ષ પ્રાચીન એવું જિનાલય આવેલ છે.
દેરાસરમાં પ્રવેશવા માટેનું પ્રવેશદ્વાર ઊંચું અને મોટું છે. જેની ઉપર નારીશિલ્પો અને વાઘ-સિંહના શિલ્પો જોવા મળે છે. લોખંડના ઝાંપામાંથી અંદર આવતાં ચોક આવે છે. ચોકમાં પાણીની પરબ અને બાજુમાં પૂજારીની ઓરડી, ભોંયરા સહિતનું ચૌમુખજી જિનાલય તેમજ બે દેવકુલિકા જેમાં શ્રી માણિભદ્રવીર અને શ્રી ઘંટાકર્ણવીરની મૂર્તિ છે તેમજ ગોખલામાં શ્રી ચક્રેશ્વરી દેવી, પૂ. આત્મારામજી મ. સા. ની આરસ પ્રતિમા છે. એક પ્રવેશદ્વાર છે જેની બે બાજુની દિવાલ પર દ્વારપાળ ઊભેલા ચિત્રિત કરવામાં આવેલ છે, ઉપરના ભાગમાં રંગકામયુક્ત હાથી અને શિખરની રચના ઉપસાવેલ છે.
મોટા ચોકની મધ્યમાં શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. ત્રણ બાજુ ત્રણ નાના ઓટલા અને પ્રવેશદ્વાર છે જયાંથી રંગમંડપમાં પ્રવેશ થાય છે. અહીં થાંભલા ઉપર સુંદર રંગકામ તેમજ ઘુમ્મટમાં રાસ રમતી બાળાઓ ચિત્રિત કરેલી જોવા મળે છે. શ્રી શાંતિનાથ ભગવાનના ભવોનું આલેખન પણ છે. ગોખલામાં શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. ની ગુરુપ્રતિમા બિરાજમાન છે.
કાષ્ઠના જાળીવાળા એક ગર્ભદ્વારની બારસાખ સોનેરી અને લાલ રંગથી રંગેલી છે. નાના ગભારામાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ૩૧" ની આરસ પ્રતિમા ઉપરાંત ૯ પાષાણ પ્રતિમાઓ તથા ૨૯ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર નીચે મુજબ લેખ છે.
સંવત ૧૬૮૨ વર્ષે જેઠ વદી ૯ ગુરુવાસરે શ્રી અમદાવાદ નગરે શ્રી ઓસવાલ જ્ઞાતીય પુત્રરત્ન શ્રી શાંતિદાસેન શ્રી શાંતિનાથ બિબડુ કારિત પ્રતિસ્થિત”
બાજુમાં બે દેવકુલિકા છે. ડાબી બાજુની દેવકુલિકામાં શ્રી મુનિસુવ્રતસ્વામી સહિત ૫ પાષાણ પ્રતિમાઓ જેમાં ૨ રાતા વર્ણની છે. જમણી બાજુની દેવકુલિકામાં શ્રી સુવિધિનાથ