________________
૧૧૦
વડોદરાનાં જિનાલયો
ગામ : કાયાવરોહણ તાલુકો : ડભોઈ
૨૨. શ્રી નમિનાથ જિનાલય (સં. ૨૦૨૩) વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાથી ૧૯ કિ. મી.ના અંતરે કાયાવરોહણ ગામમાં ગ્રામ પંચાયત પાસે આવેલા નાના બજારમાં મૂળનાયક શ્રી નમિનાથ ભગવાનનું શિખરબંધી, એક ગર્ભદ્વારવાળું જિનાલય આવેલ છે જેનો જીર્ણોદ્ધાર વિ. સં. ૨૦૨૩માં થયેલ અને પુન:પ્રતિષ્ઠા આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ તથા આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ શિષ્યગણની નિશ્રામાં શ્રાવિકા શ્રીમતી ચંદનબેન નગીનદાસ ત્રિભોવનદાસ પરિવાર હસ્તક કરવામાં આવેલ છે.
લોખંડની જાળીવાળા દરવાજામાંથી પ્રવેશી ૯ પગથિયાં ચઢતાં દેરાસરમાં પ્રવેશ થાય છે. રંગમંડપમાં આવેલી ૮ થાંભલીઓ પર ઘુમ્મટ છે તથા ૮ નારીશિલ્પો વાજિંત્રો સાથે નૃત્યની મુદ્રામાં ઉપસાવેલ છે. અહીં શ્રી ગિરનાર તથા શ્રી શત્રુંજય તીર્થના પટ ચિત્ર કરેલ ઉપસ્થિત છે તેમજ ગોખમાં શ્રી ભૃકુટી યક્ષ અને શ્રી ગાંધારી યક્ષિણીની મૂર્તિ બિરાજમાન છે. અલગ દેરીમાં શ્રી ઘંટાકર્ણવીર તથા શ્રી માણિભદ્રવીરની મૂર્તિ છે. એક ગર્ભદ્વારવાળા ગભારાની બહાર શ્રી લક્ષ્મી દેવી અને શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ ગોખલામાં બિરાજમાન છે. પ્રભુને ફરતે પ્રદક્ષિણા આપવા માટેની જગ્યા રાખવામાં આવેલ છે.
| ગભારા મધ્યે મૂળનાયક શ્રી નમિનાથ ભગવાનની ૨૧" ની પાષાણ પ્રતિમા બિરાજમાન છે. અહીં ૩ પાષાણ પ્રતિમાઓ જેમાં શ્રી મુનિસુવ્રતસ્વામી અને શ્રી પાર્શ્વનાથ પ્રભુની શ્યામ પ્રતિમા તથા ૮ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર લેખ નીચે મુજબ છે.
વીર સંવત ૨૪૮૧ વિ. સં. ૨૦૧૧ વર્ષે જેઠ શુક્લ ચતુર્થો બુધદિને કર્પટ વાણિજયે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રાસાદે શ્રી સંઘ શ્રીમાળી જ્ઞાતીય શાહ શાંતિલાલ મણીલાલ અંબાલાલ, સેવકલાલ અવગ્ર ડાહ્યાભાઈ સુત . . . . પરિવાર તપાગચ્છીય આચાર્ય શ્રી મહાનંદસાગરસૂરિ . . . . . . . . . . . . શ્રી મહાનંદ નમિનાથ બિમ્બ કારીત પ્રતિષ્ઠિતું. ”
દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૩ છે. જે નિમિત્તે ચઢાવો બોલી ધ્વજા ચઢાવવામાં આવે છે, જમણવાર અને લહાણું થાય છે.
ગામમાં હાલ ૭ જૈન કુટુંબો રહે છે. છેલ્લા ૫૦ વર્ષમાં ૧ દીક્ષાર્થીએ દીક્ષા ગ્રહણ કરેલ છે. ઉપાશ્રય નવો બંધાનાર છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં કારવણ નામથી ઓળખાતા આ ગામમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. મૂળનાયક ભગવાન શ્રી પાર્શ્વનાથ હતા. આશરે ૫૦ વર્ષ પહેલાં મુંબઈમાં લઈ ગયા જે મૂળનાયક શ્રી ગોડીજી પાર્શ્વનાથ તરીકે છે. અહીં પ ધાતુ