________________
વડોદરાનાં જિનાલયો
૧૦૭ ગામમાં હાલ ૩૦૦ જૈન કુટુંબો રહે છે. છેલ્લા ૧૦ વર્ષમાં ૧૭૦ દિક્ષાર્થીઓએ દીક્ષા ગ્રહણ કરેલ છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. અહીં ૧૦ પાષાણ પ્રતિમાઓ તથા ૫ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે દેરાસર બંધાવ્યું હતું. શેઠ ચંદુલાલ હીંમતલાલ તેનો વહીવટ કરતા હતા. મૂળનાયક ભગવાનની પ્રતિમા પર લેખની સંવત ૧૯૨૧ છે. દેરાસરની સ્થિતિ સારી હતી.
ગામઃ ડભોઈ તાલુકો : ડભોઈ ૨૦. શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલય (સં. ૧૯૪૦) ડભોઈ ગામમાં શેઠની શેરી મધ્ય મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીનું શિખરબંધી, આરસયુક્ત નૂતન જિનાલય આવેલ છે.
પત્થરમાં સુંદર કોતરણીયુક્ત કમાનવાળા મોટા દરવાજાના ઝાંપામાંથી પ્રવેશી ૧૦ પગથિયાં ચઢતાં આછી કોતરણીવાળા ૬ પત્થરનાં સ્તંભો તથા કોતરણીવાળી કમાનો ધરાવતી લાંબી શૃંગારચોકીમાં પ્રવેશ થાય છે જયાં પત્થરની કોતરણીમય બારસાખમાં મુખ્ય પ્રવેશદ્વારનું દ્વાર હાથી-ફૂલ-કુંભની કૃતિથી સુશોભિત છે. બાકીનાં ૪ પ્રવેશદ્વાર સાદા કાષ્ઠના જેમાં ૨ પ્રવેશદ્વાર મુખ્ય દ્વારની આજુબાજુ તથા ૨ પ્રવેશદ્વાર બે બાજુ ઉપર આવેલાં છે.
પ્રવેશદ્વારમાંથી પ્રવેશતાં ૨૦ સ્તંભોવાળા મોટા ગૂઢમંડપમાં પ્રવેશ થાય છે જેનો ઘુમ્મટ વિશાળ સુંદર કોતરણીમય રંગકામથી સુશોભિત છે. રંગમંડપમાં ડાબી બાજુ શ્રી શત્રુંજય, શ્રી નંદીશ્વર દ્વીપનો પટ અને આરસના ગોખમાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની આરસ પ્રતિમા છે. જમણી બાજુ ગોખમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની આરસ પ્રતિમા, શ્રી આત્મારામજી મ. સા. ની આરસ પ્રતિમા, શ્રી ગૌતમસ્વામી તથા શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથની આરસ પ્રતિમા બિરાજમાન છે.
આરસની બારસાખવાળા ગભારાનું વચ્ચેનું ગર્ભદ્વાર ચાંદી મઢિત તથા બે બાજુ બે કાષ્ઠના ગર્ભદ્વાર આવેલ છે. ૨૩" ની શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા સહિત ૧૭ પાષાણ પ્રતિમાઓ તથા ૨૮ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની પ્રતિમા પરના લેખમાં વિ. સં. ૧૯૨૧ વાંચી શકાય છે તથા અન્ય બે પાષાણ પ્રતિમાઓ પર પણ વિ. સં. ૧૯૨૧ અને બીજી બે પાષાણ પ્રતિમાઓ પર વીર સં. ૨૫૦૩ વાંચી શકાય છે.
આ દેરાસરનો જીર્ણોદ્ધાર થયેલો છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ ફાગણ સુદ ૮ છે.