________________
વડોદરાનાં જિનાલયો
૧૦૦
યક્ષિણીની મૂર્તિ બિરાજમાન છે.
એક ગર્ભદ્વારવાળા ગભારાની બારસાખ સોનેરી રંગથી રંગેલ છે. પબાસનની પાછળ સોનેરી રંગથી ફૂલવેલ અને પ્રસંગો આલેખેલ છે. શ્રી સુમતિનાથ ભગવાનની ૧૯" ની પ્રતિમા સહિત ૫ પાષાણ પ્રતિમાઓ તથા ૬ ધાતુ પ્રતિમાઓ અત્રે બિરાજમાન છે. અહીં પણ ઘુમ્મટમાં રાસ રમતી નારીઓનાં સુંદર ચિત્રો દોરેલાં જોવા મળે છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પરનો મૂર્તિલેખ ઘસાઈ ગયેલ છે પરંતુ બાજુમાં શ્રી સંભવનાથની પ્રતિમા પર સંવત ૧૬૧૯” અને અન્ય બે પ્રતિમા પર “સંવત ૧૮૫૧’ વંચાય છે.
આ જિનાલયનો જીર્ણોદ્વાર સં. ૧૯૯૭માં થયેલ છે જેની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૧૦ છે, જે નિમિત્તે ચઢાવો બોલીને ધ્વજા ચઢાવવામાં આવે છે. જમણવાર થાય છે. ઐતિહાસિક સંદર્ભ
સંવત ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૭ પાષાણ પ્રતિમાઓ તથા ૧૩ ધાતુ પ્રતિમાઓ હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૫ પાષાણ પ્રતિમાઓ તથા ૬ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ નગીનદાસ બેચરદાસ તેનો વહીવટ કરતા હતા. મૂળનાયક ભગવાનની પ્રતિમા પર લેખની સંવત ૧૯૬૩ છે. દેરાસરની સ્થિતિ સારી હતી.
જિનાલયનો સમય સં. ૧૯૬૩ પૂર્વેનો છે. પ્રતિમા પરના લેખને આધારે સં. ૧૬૬૩ આસપાસ પ્રતિષ્ઠા થયાનું માની શકાય તેમ છતાં નિશ્ચિત સમય નક્કી કરવા વધુ સંશોધનની જરૂર છે.
ગામ : મોટી કોરલ તાલુકો : કરજણ
૧૪. શ્રી શાંતિનાથ ભગવાનનું ગૃહ ચૈત્ય ( સં. ૧૯૪૩ )
કરજણથી ૩૫ કિ. મી.ના અંતરે આવેલ મોટી કોરલ ગામ મધ્યે બજારમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું ઘુમ્મટબંધી, આરસનું, ઉત્તરાભિમુખ ઘરદેરાસર આવેલ છે.
ઊંચી દિવાલથી રક્ષિત નાનું પરિસર ધરાવતા જિનાલયના લોખંડની જાળીવાળા દરવાજામાંથી પ્રવેશતાં ત્રણ પ્રવેશદ્વારવાળા રંગમંડપમાં પ્રવેશ થાય છે. આરસની ફર્શ તથા દિવાલ પર અરીસા જડેલા છે.
એક ગર્ભદ્વારવાળા ગભારા મધ્યે ૯" ની શ્રી શાંતિનાથ ભગવાનની પાષાણ પ્રતિમા પરિકર સહિત અને ૪ ધાતુ પ્રતિમાઓ અત્રે બિરાજમાન છે. ગભારાની દિવાલો પર સુંદર