________________
વડોદરાનાં જિનાલયો
૯૯
ગામ : માનપુર તાલુકો : કરજણ
૧૨. શ્રી અભિનંદનસ્વામીનું ગૃહ ચૈત્ય ( સં. ૧૯૮૩ )
કરજણ તાલુકાથી ૧૦ કિ. મી.ના અંતરે આવેલ માત્ર એક જ જૈન કુટુંબની વસ્તી ધરાવતા માનપુર ગામમાં શ્રી અભિનંદનસ્વામીનું છાપરાબંધી, સાદા પત્થરયુક્ત ઘરદેરાસર આવેલ છે.
એક ગર્ભદ્વારયુક્ત ગભારામાં મૂળનાયક શ્રી અભિનંદનસ્વામીની ધાતુ પ્રતિમા ૭" ની છે તેમજ એક શ્રી સિદ્ધચક્રજી બિરાજમાન છે.
દેરાસરની નીચે જ એક ખંડમાં શ્રાવકનો ઉપાશ્રય આવેલ છે. ગામના રહેવાસીના જણાવ્યા મુજબ તેઓ સદર પ્રતિમાજી અન્ય કોઈ સ્થળે પધરાવી દેવા ઇચ્છુક છે.
ઐતિહાસિક સંદર્ભ
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘરદેરાસર તરીકે થયો છે. ધાતુ પ્રતિમા એક જ હતી. શ્રી સંધે ૧૯૮૩માં આ દેરાસર બંધાવ્યાનો ઉલ્લેખ છે. માણેકલાલ હરીલાલ તેનો વહીવટ કરતા હતા. મૂળનાયક ભગવાનની પ્રતિમા પર લેખની સંવત ૧૮૭૭ છે. દેરાસરની સ્થિતિ સારી હતી.
આ જિનાલયનો સમય સં. ૧૯૮૩નો છે.
ગામ : પાછીયાપુરા તાલુકો : કરજણ
૧૩. શ્રી સુમતિનાથ જિનાલય ( સં. ૧૯૬૩ પૂર્વે )
કરજણ તાલુકાથી ૩૦ કિ. મી.ના અંતરે તેમજ નારેશ્વર રોડ પર પાલેજથી ૯ કિ. મી.ના અંતરે આવેલ અને ૪ જૈન કુટુંબોની વસ્તી ધરાવતા પાછીયાપુરા ગામમાં શ્રી જૈન શ્વેતાંબર સુમતિનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર આવેલ છે.
લાકડાના એક પ્રવેશદ્વારમાંથી પ્રવેશતાં વિશાળ ચોક આવે છે. ચોકમાં એક બાજુ દેરાસર અને તેની બાજુમાં ઉપાશ્રય (આરાધના ભવન) આવેલ છે. ઉપાશ્રયની બહારની દિવાલ ઉ૫૨ ગોખમાં શ્રી ચક્રેશ્વરી દેવી તેમજ ઉપાશ્રયમાં ગોખમાં શ્રી માણિભદ્રવીરની મૂર્તિ બિરાજમાન છે.
કાષ્ઠના બનેલાં એક પ્રવેશદ્વારમાંથી અંદર પ્રવેશતાં આરસના રંગમંડપમાં પ્રવેશ થાય છે. જ્યાં શ્રી શત્રુંજય તીર્થ અને શ્રી સુભદ્રા સતીના જીવન પ્રસંગનો પટ છે. રંગમંડપમાં ઘુમ્મટમાં શ્રી સુમતિનાથ ભગવાનના ૩ ભવ અને ૫ કલ્યાણક ચિત્રિત કરેલાં છે. વળી છ'રી પાલિત સંઘનું પણ ચિત્રણ કરવામાં આવેલ છે. ગોખલામાં શ્રી તુંબરુ યક્ષ અને શ્રી મહાકાલી