________________
વડોદરાનાં જિનાલયો
૯૭ ધર્મદાસની પેઢીએ કર્યું છે. વિ. સં. ૨૦૫૦ ફાગણ સુ. ૨ તા. ૧૪-૩-૯૪ સોમવારના રોજ મૂ.ના. શ્રી શંખે. પાર્શ્વ. તથા પરિવારની પ્રતિષ્ઠા થઈ. ”
રંગમંડપમાં સુંદર રંગકામ જોવા મળે છે. થાંભલા ઉપર ચામર, ફૂલમાળા તથા વાજિંત્ર લઈને ઊભેલ રંગીન નારીશિલ્પ જોવા મળે છે. ઘુમ્મટમાં પણ રંગીન કોતરણી છે. બે બાજુ ગોખલામાં શ્રી ગૌતમસ્વામીની આરસ પ્રતિમા, શ્રી પાર્શ્વનાથ પ્રભુની ધાતુ પ્રતિમા બિરાજમાન છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુના ગોખની બાજુમાં અધિષ્ઠાયક દેવ શ્રી પાર્શ્વ યક્ષ અને સામે શ્રી પાર્થ પદ્માવતીની આરસની પ્રતિમા બિરાજમાન છે.
સામે એક ગર્ભદ્વાર (ચાર પ્રતિમા– દરેકની સામે દ્વાર)વાળો ગભારો છે. ગર્ભદ્વારની બે બાજુ ગોખલામાં કાઉસગ્ગ મુદ્રામાં શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પ્રભુની શ્યામ વર્ણની બે પાષાણ પ્રતિમાઓ છે. ગભારામાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની ૨૫" ની ચૌમુખજી પાષાણ પ્રતિમા છે જેમાં (૧) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, (૨) શ્રી મહાવીરસ્વામી, (૩) શ્રી નેમિનાથ તથા (૪) શ્રી આદીશ્વર પ્રભુની પ્રતિમા બિરાજમાન છે. ઉપરાંત ૩ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
વિ. સં. ૨૦૫૦માં દેરાસરની સ્થાપના થયેલ છે જેની વર્ષગાંઠ તિથિ ફાગણ સુદ રના દિવસે આવે છે. આ નિમિત્તે સંઘ તરફથી ધ્વજા ચઢાવવામાં આવે છે અને શ્રી સંઘ જમણ દર ત્રણ વર્ષે એકવાર કરવામાં આવે છે.
દેરાસરની બાજુમાં જ શ્રીમતી જશોદાબેન હીરાલાલ બાપુલાલ શાહ આરાધના ભવન આવેલ છે જ્યાં પાઠશાળા પણ ચાલે છે.
આ જિનાલયનો સમય સં. ૨૦૫૦નો છે.
ગામ : મીયાગામ તાલુકો : કરજણ
૧૧. શ્રી શાંતિનાથ જિનાલય (સં. ૧૮૫૧ ) કરજણ તાલુકાથી ૩ કિ. મી.ના અંતરે આવેલા મીયાગામમાં શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર આવેલ છે.
સૌ પ્રથમ દ્વારમાં પ્રવેશતાં આગળ જ ઉપાશ્રય આવે છે. પછી નાના બારણામાંથી પ્રવેશતાં મોટો ચોક આવે છે. ચોકમાં પૂ. શ્રી ઉદયરત્નસૂરીશ્વરજીનાં પગલાં પ્રતિષ્ઠિત કરેલ છે. વળી એક કુલિકામાં આરસની પીઠિકા અને છત્રીમાં શ્રી મહાલક્ષ્મી માતાની પ્રતિમા પ્રતિષ્ઠિત કરેલ છે જેની પાછળના ભાગમાં દેરાસરનું મુખ્ય પ્રવેશદ્વાર છે, પરંતુ હાલ તે દ્વાર બંધ જ રાખવામાં આવે છે.
ચોકમાંથી દસેક પગથિયાં ચઢીને દેરાસરને ત્રણ બાજુ ત્રણ કાષ્ઠના બનેલા દરવાજા છે જ્યાંથી રંગમંડપમાં પ્રવેશતાં રંગીન થાંભલા નજરે પડે છે. અહીં બે થાંભલા પર કાચથી