________________
૯૬
વડોદરાનાં જિનાલયો શ્રેષ્ઠી વયે ચરદાસસુત નાથાલાલ ભાર્યા મોઘીબાઈ ઈત્યાદિ શ્રી શાંતિનાથ બિંબ પ્રતિષ્ઠિત તપાગચ્છીય પૂજય વિજય મોહનસૂરિ પટ્ટા. વિજયપ્રતાપસૂરી પટ્ટા. વિજયધર્મસૂરિ પાલેજ
નગરે. "
વિ. સં. ૨૦૧૧માં આ જિનાલયની પ્રતિષ્ઠા થયેલ છે, જેની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૭ આવે છે. આ નિમિત્તે સંઘ તરફથી ફાળો એકઠો કરી જમણવાર કરવામાં આવે છે તેમજ લ્હાણું આપવામાં આવે છે અને શાહ ભીખાજી નથ્થજી (કાછોલીવાળા) પરિવાર તરફથી ધ્વજા ચઢાવવામાં આવે છે.
આજ વિસ્તારમાં શ્રાવક-શ્રાવિકાઓનાં ૨ ઉપાશ્રય-આરાધના ભવન આવેલ છે તેમજ ઉપાશ્રયમાં શ્રી આત્મવલ્લભ જૈન પાઠશાળા ચાલે છે.
દેરાસરની પ્રશસ્તિ આ મુજબ છે.
શ્રી મુનિસુવ્રતસ્વામી જિનપ્રાસાદ કરજણ-મિયાંગામમાં વસતા જે. મૂ. પૂ. તપાગચ્છીય જૈન સકલ સંઘની આર્થિક સહાયથી બંધાવ્યો છે અને તે જિનપ્રાસાદમાં વીર સંવત ૨૪૮૧ વિક્રમ સંવત ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના ગુરુવારે તપાગચ્છીય પૂ. આચાર્ય શ્રી વિજયમોહનસૂરીશ્વરજી મ. સા.ના પટ્ટાલંકાર પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ વિ. મુનિમંડલની શુભ નિશ્રામાં શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી આદિનાથ, શ્રી મહાવીરસ્વામી, શ્રી શાંતિનાથ પ્રભુને ભવ્ય અકાઈ મહોત્સવ, અરિહંત ભગવંતનું મહાપૂજન, અષ્ટોત્તરી મહાસ્નાત્ર વગેરે વિધિ વિધાનપૂર્વક ગાદીનશીન કરવામાં આવ્યા છે. મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી શાહ હીરાલાલ વીરચંદના માતૃશ્રી મંછાબહેનના સ્મરણાર્થે તેમના સુપૌત્રો કાંતિલાલ હીરાલાલ તથા કેસરીચંદ નગીનદાસ તથા ઇંદુલાલ દલસુખભાઈએ મળી બિરાજમાન કર્યા છે. વીર સં. ૨૪૮૧ વિ. સં. ૨૦૧૧ વૈશાખ સુદ ૭.”
આ જિનાલયનો સમય સં. ૨૦૧૧નો છે.
ગામ : કરજણ તાલુકો : કરજણ ૧૦. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય (સં. ૨૦૫૦ ) કરજણ ગામમાં વર્ધમાન સોસાયટીમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી, આરસયુક્ત, ચૌમુખી પ્રતિભાવાળું જિનાલય આવેલ છે.
રંગકામ કરેલ જાળીવાળા પ્રવેશદ્વારમાંથી જિનાલયમાં પ્રવેશ થાય છે. પ્રવેશદ્વારની ઉપર પૂતળીઓ છે. પગથિયા પર બે બાજુ રંગકામ કરેલ હાથીની આકૃતિ જોવા મળે છે.
ત્રણ પ્રવેશદ્વારમાંથી રંગમંડપમાં પ્રવેશ થાય છે જયાં બહારની દિવાલ પર લેખ લખેલ છે. “શ્રી શંખે. પા. પ્રભુનું ચૌમુખી જિનાલય કરજણ જૈન શ્રી સંઘની જિનદાસ