SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ વડોદરાનાં જિનાલયો રોજ છે. માત્ર ૫ જૈન કુટુંબો ધરાવતા આ ગામમાં દેરાસરની સામે એક મકાન ભાડે રાખવામાં આવેલ છે, તેનો ઉપયોગ વિહાર દરમિયાન સાધુ-સાધ્વીજી ભગવંત માટે રોકાણ અર્થે કરવામાં આવે છે. ગામ : કરજણ તાલુકો : કરજણ ૮. શ્રી નમિનાથ જિનાલય (સં. ૧૯૯૧ ). કરજણ ગામના જુના બજાર વિસ્તારમાં મૂળનાયક શ્રી નમિનાથ ભગવાનનું ઘુમ્મટબંધી, સાદા પત્થર અને આરસપહાણનું બનેલું દેરાસર આવેલ છે. દેરાસરના એક પ્રવેશદ્વારમાંથી રંગમંડપમાં પ્રવેશ થાય છે. જ્યાં વિવિધ તીર્થપટ અને તીર્થંકર પરમાત્માના જીવનચરિત્રને દર્શાવતાં પ્રસંગો કાચકામ, ચિત્રકામ તથા પત્થર પર ઉપસાવેલાં જોવા મળે છે. ગોખમાં ભૂકુટી યક્ષ અને ગંધારી યક્ષિણીની મૂર્તિ બિરાજમાન છે. એક ગર્ભદ્વારવાળા ગભારા મળે મૂળનાયક ભગવાન શ્રી નમિનાથની પાષાણ પ્રતિમા ૨૩" ની છે. કુલ ૩ પાષાણ પ્રતિમાઓમાં બીજી શ્રી પુંડરિક સ્વામી અને ત્રીજી શ્રી પાર્શ્વનાથ ભગવાનની છે. ૫ ધાતુ પ્રતિમાઓ છે. મૂળનાયક ભગવાનની પ્રતિમા પર નીચે મુજબ લેખ છે. વિ. સં. ૧૯૮૯ ફા. સુ. ૨ રવિવાસરે અણસ્તુ ગ્રામ વાસ્તવ્ય ભલાભાઈ તનુજ શિવલાલ ધર્મપત્ની . . . . . . કરજણ ગ્રામે સ્વશ્રેયાર્થે કારિતમિદં શ્રી નમિનાથ જિનબિંબ પ્રતિષ્ઠિત ચ. શ્રી કદમ્બગિરિ તીર્થાદિ વાસ્તવ્ય શ્રી વર્ધમાન સ્વામિ પ્રાસાદે સર્વેન ચ . . . . . શ્રી શાસનસમ્રાટ સૂરિચક્રચક્રવર્તિ જગદ્ગુરુ . . . . . . . . . તપાગચ્છાધિપતિ ભટ્ટારકાચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર પટ્ટધરાચાર્ય શ્રી વિજયોદયસૂરિભિઃ” વિ. સં. ૧૯૯૧માં આ દેરાસરની પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે જેની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૧૦ છે. આ નિમિત્તે શ્રી નટવરભાઈ ભીખાલાલ પરિવાર તરફથી ધ્વજા ચઢાવવામાં આવે છે. ગામમાં આવેલ ૩ દેરાસરમાં વારાફરતી દર વર્ષે જમણવાર કરવામાં આવે છે. નવા બજાર વિસ્તારમાં શાહ હીરાલાલ વીરચંદ આરાધના ભવન આવેલ છે જે એક માળનું છે. ગામમાં કુલ મળી શ્રાવક-શ્રાવિકાના ર-૨ ઉપાશ્રય આવેલ છે. આત્મવલ્લભ જૈન પાઠશાળા ચલાવવામાં આવે છે. જ્ઞાનભંડારમાં ૧૦૦૦ થી ૧૨૦૦ પુસ્તકો છે જેનો લાભ સાધુસાધ્વીજી ભગવંત લે છે. ગામમાં હાલ ૨૨૦ જૈન કુટુંબો રહે છે તેમજ છેલ્લા ૫૦ વર્ષમાં ગામના ર દીક્ષાર્થીઓએ દીક્ષા ગ્રહણ કરેલ છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy