________________
વડોદરાનાં જિનાલયો
નેમનાથ ભગવાનની પ્રતિમા પર નીચે મુજબ લેખ છે.
ગુર્જરદેશે - મુંબઈ – વાસ્તવ્ય કિશોરભાઈ ભાર્યા અ.સૌ. ચારૂમતીબેન રાજીવભાઈ, રાજેશભાઈ, પ્રશાંતભાઈ, પુત્રવધુ અ. સૌ. રેશ્માબેન, આ સી. બેલાબેન મહેતા પરિવારણ નેમિનાથ જિન પ્રતિમા કારાપિત પ્રતિષ્ઠિતું. ”
ભોંયરાનું કામ બાકી છે જ્યાં મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનની ૩૧" ની પ્રતિમા પધરાવવામાં આવશે. વળી શ્રી નાકોડા ભૈરવ, ૨૪ ભુજાના શ્રી પદ્માવતી, શ્રી અંબિકા દેવી, શ્રી પંચાંગુલી દેવી, શ્રી મહાલક્ષ્મીજી, શ્રી સરસ્વતીજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. ફરતે ગોળાકારમાં ભગવાનના જીવનચરિત્રના પટ મૂકવામાં આવશે.
ઉપર શિખરમાં શ્રી આદિનાથ ભગવાનની ૩૧" ની પ્રતિમા પધરાવવામાં આવશે.
દેરાસરની સ્થાપના વિ. સં. ૨૦૫૮માં પૂ. આચાર્ય શ્રી મહાનંદસૂરીશ્વરજીની નિશ્રામાં થઈ જેનો લાભ અમરતલાલ, ચીમનલાલ, તથા પૂંજીબેને લીધેલ.
દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૭ છે. દેરાસરનો વહીવટ શ્રી પાર્શ્વ પદ્માવતી જૈન ધામ વતી શ્રી પ્રદીપકુમાર શાંતિલાલ શાહ, શ્રી મહેન્દ્રભાઈ રમણલાલ, શ્રી હસમુખભાઈ મણીલાલ (વડોદરા) હસ્તક છે.
વિશાળ સંકુલમાં પૂ. મહાબલસૂરિજી “જૈન ઉપાશ્રય” પૂ. સાધ્વીજી મ. “જૈન ઉપાશ્રય”, જૈન ધર્મશાળા, જૈન ભોજનશાળાનું નિર્માણ થવાનું છે. સાધુ મહારાજના ઉપાશ્રય પાછળ નવગ્રહ મંદિર બનાવવાની યોજના છે.
મુખ્ય દેરાસરનું કાર્ય નિર્માણધીન છે. આ જિનાલયનો સમય સં. ૨૦૫૮નો છે.
ગામ : પોર તાલુકો : વડોદરા
૭. શ્રી પાર્શ્વનાથનું ગૃહ ચૈત્ય (સં. ૧૨૯૩) વડોદરાથી ૨૦ કિ. મી.ના અંતરે પોર ગામમાં શેઠની શેરીમાં શ્રી પ્રવિણભાઈ ચીમનલાલના ઘરમાં ઉપરના માળે નાના ચોરસ છાપરાવાળા રૂમમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું છાપરાબંધી, સાદા પત્થરનું ઘરદેરાસર આવેલ છે.
એક ઓરડીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની ધાતુ પ્રતિમા ૨.૫" ની બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમાના લેખમાં માત્ર “સં. ૧૨૯૩ના વૈશાખ સુદી ૧૦ વંચાય છે.”
આ દેરાસર આશરે ૧૦૦ વર્ષ પ્રાચીન છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૧૦ના