________________
વડોદરાનાં જિનાલયો ગામઃ વરણામા તાલુકો : વડોદરા ૬. શ્રી નીલકમલ પાર્શ્વનાથ જિનાલય (સં. ૨૦૫૮ ) વડોદરાથી ૧૮ કિ. મી.ના અંતરે વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે નં. ૮ પર મૂળનાયક શ્રી નીલકમલ પાર્શ્વનાથનું ત્રણ માળનું, શિખરબંધી, ભવ્ય દેરાસર આવેલ છે.
૧૨ પગથિયાં ચઢતાં બે બાજુ નાની ધ્વજાવાળી દેરી છે, જેમાં આચાર્ય શ્રી ધર્મસૂરીશ્વરજી તથા આચાર્ય શ્રી મહાબલસૂરીશ્વરજીની મૂર્તિ છે. પાછળ બીજી બે નાની ધ્વજાવાળી દેરી બને છે જેમાં શ્રી માણિભદ્રવીર, શ્રી ઘંટાકર્ણ મહાવીર સ્થાપિત કરવામાં આવશે.
પગથિયાં ચઢતાં ત્રણ દ્વાર તથા બે દ્વાર એમ પાંચ દ્વારનો રંગમંડપ છે. રંગમંડપમાં પ્રવેશતાં જમણી બાજુ (૧) શ્રી સીમંધરસ્વામીજી, (૨) શ્રી મહાવીરસ્વામી, (૩) શ્રી ગૌતમસ્વામીની ગણધર ગુરુમૂર્તિ, (૪) શ્રી પુંડરિકસ્વામીની ગણધર ગુરુમૂર્તિ, () શ્રી પદ્માવતીજી, (૬) . . . . . . . . . . . . આમ કુલ ૬ ગોખ છે. રંગમંડપ વિશાળ છે જેનો
ઘુમ્મટ નિર્મિત થઈ રહ્યો છે.'
એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી નીલકમલ પાર્શ્વનાથ ભગવાનની ફણા સહિત, પરિકરયુક્ત, નીલવર્ણની ૫૧" ની પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયકને ફરતી પંચતીર્થી સફેદ વર્ણની છે. મૂળનાયક ભગવાનની આજુબાજુ ૪૧" ની શ્રી નેમીનાથ ભગવાન તથા શ્રી મુનિસુવ્રતસ્વામી બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર નીચે મુજબ લેખ છે. '
“સ્વસ્તિ શ્રી વી. સં. ૨૫૨૮ વિ. સં. ૨૦૫૮ કારતક કૃષ્ણ ૩ સોમવારે આચાર્ય શ્રી વિ. મહાબલસૂરિ ભાવનાનુસારણ તથા પ્રેરણયા ગુર્જર વડોદરા સમીપે વરણામા ગામે શ્રી પાર્થ પદ્માવતી ધર્મધામે મણિયારા (હાલ વડોદરા) વાસ્તવ્ય પૂ. પિતાશ્રી અમૃતલાલ ચીમનલાલ શાહ પૂ. માતૃશ્રી અ. સૌ. પૂંજીબેન તસૂત રમેશભાઈ ભાર્યા એ સૌ. રેખાબેન પૌત્ર અક્ષય પૌત્રી અમી પરિવારેલ મૂલનાયક શ્રી નીલકમલ પાર્શ્વનાથ જિન પ્રતિમાં કારિતાં પ્રતિષ્ઠિતોય તથા આ. શ્રી પ્રતાપસૂરિ યુગદિવાકર આ. વિ. ધર્મસૂરિ કૃપયા આ. શ્રી યશોદેવસૂરિ પટ આ. શ્રી મહાનંદસૂરિભિઃ ગણિ મુનિ શ્રી મહાપ્રભવિજય આદિ યુતે વડોદરા કારેલી બાગ મુનિસુવ્રત જિન પ્રાસાદે શુભ ભવતુ. ”
મુનિસુવ્રતસ્વામી ભગવાનની પ્રતિમા પર નીચે મુજબ લેખ છે.
“સ્વસ્તિ શ્રી વી. સં. ૨૫૨૮ વિ. સં. ૨૦૫૮ . . . . . . . . . ઉમલ્લા (હાલ વડોદરા) વાસ્તવ્ય પૂ. ચંપકલાલ દેવશીભાઈ શાહ શ્રેયસે પૂ. માતુશ્રી વિમળાબેન તત ડૉ. નિરંજનભાઈ રમેશભાઈ ભાર્યા અ સૌ. સ્મિતાબેન અ. સૌ. રશ્મિબેન પૌત્ર નીરવ, પાર્થ પૌત્રી નિરાલી, ઈશિતા, . . . . . . . . . . પરિવારણ મુનિસુવ્રત જિનબિંબ કારાપિત પ્રતિષ્ઠિત
ચ. ”