________________
૯૦
વડોદરાનાં જિનાલયો
ગામ : છાણી તાલુકો : વડોદરા
૩. શ્રી વાસુપૂજયસ્વામી જિનાલય (સં. ૨૦૫૦) છાણી ગામમાં અમીનગર સોસાયટીમાં એક શિખર ધરાવતું નૂતન જિનાલય આવેલું છે.
બાહ્ય પ્રવેશદ્વાર કલાત્મક રંગીન બનાવેલ છે જેની ઉપર ધર્મચક્ર છે તથા નૃત્ય કરતી બે સ્ત્રીઓની કૃતિ છે. આગળ વધીને ૧૦ પગથિયાં ચઢીને રંગમંડપમાં પ્રવેશ થાય છે. અહીં ભોંયરામાં જવાનો માર્ગ છે પણ ત્યાં કોઈ પ્રતિમાજી નથી. ત્રણેય બાજુ પ્રવેશદ્વાર ધરાવતાં રંગમંડપમાં સ્તંભો છે જેની ઉપર નૃત્ય કરતી અને વાજિંત્ર વગાડતી સ્ત્રીઓની કૃતિ છે. ગર્ભગૃહ પાસે ગોખલામાં યક્ષ-યક્ષિણીની આરસની પ્રતિમાઓ છે તથા બે બાજુના દ્વાર પર શ્રી શત્રુંજય અને શ્રી ગિરનાર તીર્થના નાના પટ છે. રંગમંડપમાં દિવાલ પર પ્રશસ્તિ લખેલ છે જે નીચે મુજબ છે.
વિ. સં. ૨૦૫૦ વીર સં. ૨૫૨૦ તા. ૧૫-૬-૯૪ જેઠ સુદ ૬ બુધવારે પ. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજીના શિષ્ય કે જેઓ છાણીના છે. પૂ. આ. શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. આ. શ્રી વારિષેણસૂરીશ્વરજી મ. સા.ના વરદ હસ્તે પ્રતિષ્ઠા થયેલ છે. ”
કાઇમાં કોતરણીવાળા ત્રણ ગર્ભદ્વાર ધરાવતાં ગભારામાં પાષાણની ચૌમુખી પ્રતિમા ૨૧" ની બિરાજમાન છે. જેમાં મૂળનાયક (૧) શ્રી વાસુપૂજયસ્વામી, (૨) શ્રી મુનિસુવ્રતસ્વામી, (૩) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને (૪) શ્રી શાંતિનાથ ભગવાન બિરાજે છે. આ ચૌમુખી પ્રતિમા પર અશોકવૃક્ષ છે તથા સુંદર આરસનું રંગીન પરિકર પણ છે. આ ઉપરાંત અન્ય કોઈ પાષાણ પ્રતિમા નથી. ૨ ધાતુ પ્રતિમાઓ છે. પ્રતિમાજીની પ્રતિષ્ઠા વડોદરા નિવાસી શેઠ શ્રી આશાભાઈ સોમાભાઈ પટેલના હસ્તે કરવામાં આવેલ છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ જેઠ સુદ ૬ના દિવસે ચઢાવો બોલીને ધ્વજા ચઢાવવામાં આવે છે. તે દિવસે પ્રભાવના થાય છે અને જમણવાર પણ કરવામાં આવે છે.
જિનાલયનો નિર્માણ સમય સં. ૨૦૫૦નો નિશ્ચિત થાય છે.
ગામ : બીલ તાલુકો : વડોદરા ૪. શ્રી મહાવીર સ્વામીનું ગૃહ ચૈત્ય (સં. ૨૦૩૯ ) વડોદરાથી ૧૨ કિ. મી.ના અંતરે આવેલ બીલ ગામની બજારમાં શ્રી વસંતલાલ મનસુખલાલના મકાનમાં શ્રી મહાવીર સ્વામીનું ગૃહમંદિર ઉપરના માળે આવેલ છે.
લાંબા મોટા ઓરડાના ખૂણામાં એક નાની ઓરડીમાં ચાંદીથી મઢેલ દેરાસર પધરાવેલ છે. પબાસનની આગળના ભાગમાં મહાવત સહિતની બે હાથીની કૃતિ છે. મૂળનાયક શ્રી