________________
વડોદરાનાં જિનાલયો
૮૩
(૬૭) શ્રી સીમંધરસ્વામી જિનાલય (સંવત ૨૦૫૯)
રત્નપુરી એપાર્ટમેન્ટસ, ચૌખંડી. ચૌખંડી વિસ્તારમાં, પેટ્રોલપંપની સામે, રત્નપુરી એપાર્ટમેન્ટસના પહેલા જ બ્લોકના પ્રથમ માળે ધાબાબંધી દેરાસર આવેલ છે.
- પ્રવેશદ્વારમાં પ્રવેશતાં સામે જ નાના ત્રિગઢની રચના છે. જેની ઉપર મૂળનાયક શ્રી સીમંધરસ્વામીની ૨૧" ની પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની આજુબાજુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. અહીં કુલ ૩ પાષાણ પ્રતિમાઓ અને ર ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ પ્રાપ્ત થાય છે.
વિ. સં. ૨૦૫૯ કાર્તિક શુકલા ત્રયોદશો દિને રવિવારે શ્રી સીમંધરસ્વામી જિનબિંબમિદં પ્રતિષ્ઠિત શ્રી પ્રેમ – ભુવનભાનુસૂરીશ્વરપટ્ટાલંકાર ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજયજયઘોષસૂરિભિઃ પૂ. આ. શ્રી હેમચંદ્ર શિષ્ય પૂ. પંન્યાસ શ્રી અક્ષયબોધિવિજયગણિ પ્રેરિત શ્રી નવપદ આરાધક ટ્રસ્ટ નિર્મિત રત્નપુરી વડોદરા સંઘ ગૃહ જિનાલય કારિતવ્ય . . . સુશ્રાવિકા સુશીલાબેન છોટાલાલ સહ ઇત્યંતન પુત્રઃ મુકેશ, સ્વ. પ્રકાશ, પુત્રવધુ રેખા, રંજન. . . . પૌત્રી પીંકી. . . . પરિવારેણ ઈતિ શુભ ભવતુ સંઘસ્ય.”
રત્નપુરી એપાર્ટમેન્ટસમાં જ રહેતા શ્રી છોટાલાલ મોહનલાલ શાહના નાની વયના પુત્ર શ્રી પ્રકાશભાઈના અવસાન બાદ તેમની સ્મૃતિમાં માતુશ્રી સુશીલાબેન તથા ભાઈ શ્રી મુકેશભાઈએ વિ. સં. ૨૦૫૯માં પૂ. આચાર્ય શ્રી જયઘોષસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં પ્રતિષ્ઠા કરાવેલ છે.
જિનાલયની વર્ષગાંઠ તિથિ પોષ વદ ૧ છે. તે નિમિત્તે મૂળનાયક ભગવાનની પ્રતિમા ઉપર કરેલી શિખરની રચના પર ચઢાવો બોલી ધ્વજા બદલવામાં આવે છે.
દેરાસરનો અન્ય વહીવટ શ્રી નવપદ આરાધના ટ્રસ્ટ, મુંબઈ દ્વારા તથા સ્થાનિક વહીવટ શ્રી મુકેશભાઈ હસ્તક છે.
આ જિનાલયનો સમય સંવત ૨૦૫૯નો છે.
(૬૮) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ગૃહ ચૈત્ય (સંવત ૨૦૫૯)
આમ્રપાલી સોસાયટી, માંજલપુર. માંજલપુર વિસ્તારમાં આમ્રપાલી સોસાયટીના બ્લોક નં. બી. ૩માં ધાબાબંધી ઘરદેરાસર આવેલું છે.'