________________
વડોદરાનાં જિનાલયો
દેરાસરને બે પ્રવેશદ્વાર છે. જેની સન્મુખ પબાસન પર છત્રીની ઉપર મધ્યમાં શિખર અને આજુબાજુ ઘુમ્મટની રચના છે. જેમાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ૧૯"ની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૩ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ પ્રાપ્ત થાય છે.
“વિ. સં. ૨૦૫૯ કારતક સુદિ ૧૩ તીથૌ રવિવારે મુળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનબિંબમિદં પ્રતિષ્ઠિત ગચ્છાધિપતિ આચાર્ય શ્રી પ્રેમ-ભુવન ભાનુસૂરીશ્વર પટ્ટધર ગીતાર્થ ગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રી જયઘોષસૂરિભિઃ પન્યાસ શ્રી અક્ષયબોધિવિજયાદિ સહિત કારિત ચ મણિલાલ સ્વરૂપચંદ શ્રાદ્ધા ધર્મપત્ની લીલાવતી, પુત્ર સૂર્યકાંત, દિલીપ, નીરૂપમા, જિતેન્દ્ર, વસુમતી, અનિલ, સુવર્ણા, પુત્રી સદ્ગણા આદિ પરિવારણ.”
દેરાસરની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૫૯માં પૂ. આચાર્ય શ્રી જયઘોષસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં શ્રીમતી લીલાવતીબેન મણિલાલ પરિવારના હસ્તે કરવામાં આવેલ છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ કારતક વદ ૧૧ છે. તે નિમિત્તે શ્રીમતી લીલાવતીબેન મણિલાલ પરિવાર દ્વારા ધ્વજા બદલવામાં આવે છે.
દેરાસરનો સમગ્ર વહીવટ શ્રી ભાગ્યવર્ધક વિશ્વામિત્રી જૈન જે. મૂ. પૂ. સંઘ દ્વારા કરવામાં આવે છે. દેરાસરનાં ટ્રસ્ટી શ્રી જિતેન્દ્રભાઈ એમ. શાહ, શ્રી બીપીનભાઈ કે. શાહ છે.
આ જિનાલયનો સમય સંવત ૨૦૫૯નો છે.