________________
દ્
ગુરુને આચાય પદવી
સંઘપતિ શ્રી શાંતિદાસ ઝવેરી સધના કરવામાં પોતાનું મન સદા પ્રવૃત્ત રાખતા તેના પ્રસગનો ઉલ્લેખ આ પ્રકરણમાં કરીશું.
શ્રી મુક્તિસાગરસૂરિ પ્રત્યેના આદરભાવ
હિતને લગતાં કર્યાં ઉદાહરણરૂપ એક વધુ
શ્રી મુક્તિસાગરસૂરિ પ્રત્યે ઝવેરી શાંતિદાસને નાનપણથી જ સારા ભાવ હતા. આમ જોઈએ તે જે મંત્રના પ્રતાપે શ્રી શાંતિ દાસ શેઠ પાતાના જીવનમાં રિદ્ધિ-સિદ્ધિ પામ્યા તે ચિ'તામણિ મ`ત્રની પ્રાપ્તિ તેમને, એક દંતકથા પ્રમાણે, જૈન મુનિ શ્રી મુક્તસાગર પાસેથી થઈ હતી. આ દંતકથામાં સત્યાંશ કેટલે છે તે નક્કી કરવાનું કામ મુશ્કેલ છે. પરંતુ મુનિ શ્રી મુક્તિસાગરજી — કે જેઓને આચાય . પદ આપવાના પ્રસંગમાં શ્રી શાંતિદ્યાસ શેઠના અકલ્પ્ય કાળેા હતેા અને આચાર્ય પદ મળ્યા પછી જેએ .‘રાજસાગરસૂરિ' નામે પ્રખ્યાત થયા અને સાગરગચ્છની સ્થાપના કરી — તેને શ્રી શાંતિદાસ શેઠ પેાતાના ગુરુ માનતા હતા, એ વાત નિશ્ચિત છે. મોગલ સમયમાં જૈનધમ ના ઉદ્યોતને લગતા પ્રસગ
Jain Education International
અકબર બાદશાહની સધમ પ્રત્યેની સમભાવી અને સમન્વયલક્ષી નીતિના ફળરૂપે અકબર, જહાંગીર અને શાહજહાંના સમયમાં અન્ય ધર્મોંની જેમ જૈનધર્મોને પણ વિકસવા માટેનું સારું રાજકીય પીઠબળ મળી રહ્યું હતું. વળી જૈનધમને ઉદ્યોત કરનાર અનેક આચાર્યાં પણ આ સમય દરમ્યાન સક્રિય અને શાસનપ્રભાવક જીવન જીવી ગયા હતા. વળી જૈનધમ, સંધ અને ગુરુમહારાજોના હિતની ચિંતા સેવે એવા અનેક શ્રાવકે પણ આ સમય દરમ્યાન થઈ ગયા. આ બધાનાં સુફળરૂપ અનેક પ્રસંગેામાંના એક પ્રસંગ તરીકે શ્રીમુક્તિસાગરસૂરિને આચાર્ય પદ મળ્યું તે પ્રસંગ ગડ્ડાવી શકાય.
For Personal & Private Use Only
www.jainelibrary.org