SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ પેઢીને ઇતિહાસ” ભાગ-૧ ની પ્રસ્તાવનાના પૃ. ૧૫ થી ૧૮ માં આપવામાં આવેલ છે જેમાંની મુખ્ય વિગત નીચે પ્રમાણે છે. આ બંને ફોટા અત્યારે અમદાવાદમાં ઝવેરીવાડમાં વાઘણપોળની અંદર આવેલ “શ્રી વર્ધમાન તપ આયંબિલ સંસ્થા 'ના મકાનમાં વિદ્યમાન છે. આ જે આયંબિલ સંસ્થાનું મકાન છે તેની બહાર “શ્રી સાગરગચ્છ ઉપાશ્રય, અમદાવાદ” એવી આરસની તકતી છે. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના વંશજો સાગરગચ્છમાં શ્રદ્ધા ધરાવતા હતા એટલે તેમની દેખરેખ નીચે ચાલતે ઉપાશ્રય તે આ જ હતો. તા. ૧૭-૪-૧૯૫૨ ના રોજ ઠરાવ કરીને આ ઉપાશ્રયને વહીવટ સંભાળતી નગરશેઠના વંશજોની કમિટીએ આ મકાનને આયંબિલશાળા માટે ભેટ આપી દીધું હતું. આમાંને નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને એકલાને ફોટો જે આ પુસ્તકના મુખપૃષ્ઠ પર છે તેની નીચે “જન્મ સંવત ૧૬૪૫” અને “સ્વર્ગવાસ સંવત ૧૭૧૫” એમ લખવામાં આવ્યું છે. આ પુસ્તકમાં “કુટુંબ, વંશ અને પૂજે નામે બીજા પ્રકરણમાં તેમના જન્મસમય અંગે પૃ૦૧૩-૧૪ માં અને શ્રી શાંતિદાસને પરિવાર અને સ્વર્ગવાસનામે દસમા પ્રકરણમાં તેમના સ્વર્ગવાસના સમય અંગે પૃ. ૧૬૭-૧૭માં ચર્ચા કરવામાં આવેલ છે. આ ફેટા નીચે જે સંવત્ મૂકવામાં આવેલ છે તે શેના આધારે મૂકવામાં આવી છે તે તે ખ્યાલમાં આવતું નથી, પણ આ પુસ્તકના પૃ૦ ૧૭ી ઉપર કરવામાં આવેલ અટકળ સાથે તેને મેળ બેસે છે. બીજે જે ફેટ નગરશેઠ શાંતિદાસ ઝવેરીને, તેમના ગુરુ શ્રી રાજસાગરસૂરિ સાથેને છે તે પણ આ આયંબિલશાળાના મકાનમાં જ અત્યારે સચવાયેલા ચિત્રને નીચલે ભાગ છે. ઉપાશ્રયને મકાનને જ્યારે આયંબિલશાળામાં ફેરવવામાં આવ્યું ત્યારે આ ચિત્રની સાચવણી થાય તે માટે તેને મકાનની દીવાલ ઉપર રાખવામાં આવેલ છે અને તેના પર રંગ કરાવીને તેને નવા જેવું અને વધુ ચમકદાર બનાવવામાં આવ્યું છે. આ ચિત્ર ઈ. સ. ૧૯૨૯માં પ્રકાશિત થયેલ “ગુજરાતનું પાટનગર અમદાવાદ પુસ્તકના પૃ. ૬૦૧ સામે સૌ પ્રથમ છપાયેલું છે અને તેની નીચે તેને પરિચય આપતાં જણાવવામાં આવ્યું છે : “આ ચિત્ર નગરશેઠના વંશજોની દેખરેખમાં ચાલતા એક અપાસરામાં થાંભલા ઉપર જડેલું છે. ચિત્ર ઓછામાં ઓછું બસે વર્ષનું જૂનું દેખાય છે. કેઈ જૂના ચિત્રની નકલ હેય એમ લાગે છે. રંગ હજી પણ સારો રહે છે. હાંડીઓ વગેરે સામગ્રી પણ સારી ચીતરેલી છે. આ ચિત્ર રંગમાં મેટું કરવા જેવું છે.” આ લખાણ પ્રમાણે આ ચિત્ર આજે અઢી વર્ષ કરતાં પણ વધુ જૂનું ગણાય અને આ ચિત્ર પણ “કોઈ જૂના ચિત્રની નકલ હેય એમ લાગે છે” એમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy