________________
૨૧૩
“ભાવનગરના પંન્યાસ શ્રી ગંભીરવિજયજી મહારાજના ભંડારમાં પુષ્કમાત્રવૃત્તિ નામની એક પ્રતિની અંતમાં પણ ઉપર પ્રમાણેના જ શબ્દ છે.”
આવા ઉલેખેને આધારે અને ૫. શ્રી લક્ષ્મણભાઈ ભેજકના અનુમાન પ્રમાણે એમ કહી શકાય કે આપણા શાસ્ત્રમ્ર છે અને અન્ય જૈન સાહિત્યકૃતિઓને લહિયાઓ પાસે તૈયાર કરાવીને સાચવવા માટે નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી તનમન ધનથી ખૂબ સક્રિય હશે. જુદાં જુદાં જ્ઞાનભંડારેની હસ્તપ્રતોનાં લખાણને આધારે એ બાબતનું સંશોધન કરી શકાય કે નગરશેઠ સતિદાસ ઝવેરીએ કેટલી હસ્તપ્રત તૈયાર કરાવવામાં અને તે દ્વારા જ્ઞાનભંડારની સાચવણીમાં પિતાને ફાળો આપ્યો હતે. શ્રી શાંતિદાસ શેઠે બનાવરાવેલ પેટ સંબંધી વિશેષ માહિતી
આ જ પુસ્તકના પૃ. ૧૫. ઉપર “નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ બનાવરાવેલ ૫ટ' સંબંધી માહિતી આપતાં જણાવાયું છે કે આ પટ વિ. સં. ૧૬૯૮ની સાલમાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ બનાવડાવેલ છે.
પં. શ્રી લક્ષ્મણભાઈ ભોજક સાથે આ અંગે વાત કરતાં તેમણે આ પટ અમે કેટલીક વિશેષ માહિતી આપી જે નીચે પ્રમાણે છે :
શત્રુંજય તીર્થ અંગે જે અનેક પટ (ચિત્ર) અત્યારે ઉપલબ્ધ છે તેમાં આ પટ સૌથી પ્રાચીન ગણાય છે. શત્રુંજયનું આનાથી વધુ જૂનું ચિત્ર કયાંયથી મળતું નથી. વળી આ પટમાં શત્રુંજયનું વર્ણન પણ આપવામાં આવેલ છે. આ ચિત્રની વિશેષતા એ છે કે તેમાં નવટૂક બતાવાઈ નથી, કારણ કે નવટૂક તે પાછળથી થયેલ છે. આ ચિત્રમાં ભગવાનની મુખ્ય બે મૂર્તિઓ આલેખવામાં આવી છે. તેમાંની એક મૂર્તિ નીચે અબુજી (અદબદ) અને બીજી મૂર્તિ નીચે
અષભદેવ” એમ લખ્યું છે. એટલે પાલીતાણા શત્રુ જય પર્વત પર આવેલ જૈન દેરાસરમાં એક અદબદજીની અને બીજી મૂળનાયક શ્રી ઋષભદેવ (આદીશ્વરદાદા)ની મૂર્તિએ અતિ પ્રાચીન હશે તેમ કહી શકાય. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના ફટાઓ અંગે
આ પુસ્તકમાં નગશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના બે ફોટાઓ આપવામાં આવેલ છે?
(૧) નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને એકલાને ફો.
(૨) નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને તેમના ગુરુ શ્રી રાજસાગરસૂરિ સાથેને ફે.
આ બંને ફેટાઓ અંગેની કેટલીક રસપ્રદ વિગતે શેઠ આણંદજી કલ્યાણજીની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org