________________
૧૯૮
નગરશેઠ શાંતિદાસ ઝવેરી તીર્થસ્થાના વિકાસની અનેક ઘટનાઓ સાથે સંકળાયેલ છે. અમદાવાદમાં ઝવેરીવાડામાં અને માતર, સરખેજ, નરોડા, પેથાપુર જેવાં. નાનાં ગામોમાં તેમણે દેરાસરે બંધાવ્યાં હતાં. અને પ્રવાસના ગામમાં ધર્મશાળા, દેરાસર, ઉપાશ્રય, પાંજરાપોળ સ્થાપ્યાં હતાં. પાલીતાણામાં ગિરિરાજ શત્રુંજય ઉપર હીમાસીની ટૂક અને નદીશ્વર દ્વીપની (ઉજમફઈની ટૂક બંધાવી હતી. તેમણે ત્રીસેક જેટલા સંઘ કાઢયા હતા અને મેટાં મોટાં પન્નાથી મઢેલ સેનાને આશરે ૩૫૦૦ પાઉન્ડની કિંમતને ભારે મુગટ શડ્યુંજય તીર્થને ભેટ ધર્યો હતે. જૈન તીર્થોને વહીવટ કર અને મહાજન-પાંજરાપોળની વ્યવસ્થા કરવી તે તેમનાં જાહેર કામો હતા.૩૧
રાજકુટુંબના કલેશ, વિખવાદ અને કોર્ટમાં ન પડે તેવા ઝઘડા તેઓ ઘડીકમાં પતાવતા. અમદાવાદના નગરશેઠ તરીકેની ફરજો બજાવવા ઉપરાંત તેઓ સરકાર અને દરબારમાં પણ જરૂર પડે ત્યારે જતાઆવતા. પાલીતાણા ઉપરાંત પોરબંદર, લીંબડી વગેરે દેશી રાજ્યમાં પણ તેમને સારું સન્માન પ્રાપ્ત થયેલું. ૨
માત્ર ધર્મસ્થાને બંધાવવાં કે સંઘ કાઢવાની પ્રવૃત્તિઓમાં જ અટકી જવાને બદલે ધાર્મિક તીર્થોના રક્ષણ માટે પણ તેઓ પિતાનાથી બનતું બધું કરી છૂટતા. ઈ. સ. ૧૮૦૮ થી ૧૮૨૧ સુધી નગરશેઠ હેમાભાઈએ પાલીતાણા રાજ્યનું સંચાલન કર્યું હતું. તે સમય દરમ્યાન, રાજવી કાંધાજી અને તેમના કુંવર નવઘણજીની આર્થિક સ્થિતિ કથળી જવાથી અને તેમની વચ્ચે ખટરાગ થવાથી તથા રાજ્યનું સંચાલન કરવાની શક્તિને તેમનામાં અભાવ હોવાથી શ્રી હેમાભાઈ નગરશેઠે રાજ્યની લગામ પિતાને હસ્તક રાખી હતી. ઈ. સ. ૧૮૨૧ દરમ્યાન તે સમગ્ર પાલીતાણા રાજ્ય રૂ. ૪૨,૦૦૦ની રકમથી નગરશેઠ હેમાભાઈને ત્યાં શિરે મૂકવું પડયું હતું. આ જ સમય દરમ્યાન, એટલે કે ઈ. સ. ૧૮૨૦-૨૧માં નગરશેઠ હેમાભાઈએ જૈન યાત્રાળુઓને શત્રુંજય તીર્થની યાત્રામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તે અંગે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જેના પરિણામ સ્વરૂપે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org