________________
૧૯૫
પરિશિષ્ટ થઈને શત્રુંજય-ગિરનારને મેટો સંઘ કાઢયો હતે. સં. ૧૮૬૮માં તેઓ કુટુંબ સાથે નવ્વાણું યાત્રા કરવા માટે, મોટું ઉજમણું કરીને શત્રુંજય ગયા હતા. આ યાત્રામાં તેમની પુત્રી ઉજમબાઈ પણ હતાં. ૨૦ યાત્રા પૂરી થઈ ત્યારે આ ઉજમબાઈના પતિના મૃત્યુના સમાચાર આવ્યા. પણ ઉજમબાઈ એ સમતા અને હિંમત રાખીને યાત્રા પૂરી કરવા કહ્યું અને તે રીતે યાત્રા પૂરી કરીને જ તેઓએ પાલીતાણા છેડ્યું. આ ઉજમબાઈ નગરશેઠ શ્રી પ્રેમાભાઈ ફઈ થતાં અને તેઓ ઉજમફઈના નામે વધુ જાણીતા હતા. પાલીતાણામાં ગિરિરાજ શત્રુંજય ઉપર ઉજમફઈની ટૂક અને અમદાવાદ, પાણતાણું વગેરે શહેરમાં ઉજમફઈના નામની ધર્મશાળાઓ પણ છે. ૨૫
નગરશેઠ શ્રી વખતચંદ જ્યારે અમદાવાદમાં હોય ત્યારે સાગરગ૭ના ઉપાશ્રયે હમેશા વ્યાખ્યાન સાંભળવા જતા. આમ રાજકાજ, વેપારવણજ અને ધર્મકાર્યોથી સભર પ્રવૃત્તિશીલ જીવન જીવીને તેઓ સં. ૧૮૭૦ના ફાગણ વદ ચોથના દિવસે મૃત્યુ પામ્યા. તેમની પાછળ સં. ૧૮૭૦ના વૈશાખ સુદ નોમના દિવસે અમદાવાદ અને વડેદરા શહેરમાં નવકારશીની નાત જમાડવામાં આવી હતી. નગરશેઠ શ્રી વખતચંદના વંશજો
નગરશેઠ વખતચંદના સાત પુત્રોમાંથી પાંચમા નંબરના પુત્ર હેમાભાઈ તેમના પછી નગરશેઠ૫દ સંભાળે છે. તેમના ત્રીજા નંબરના પુત્ર મતીભાઈના મોટા પુત્ર ફતેહભાઈના વારસદારે પણ અમદાવાદ શહેરના અને જૈન ધર્મના વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. આ ફતેહભાઈના પુત્ર ભગુભાઈ અને તેમના પુત્ર દલપતભાઈના વખતમાં તેમના કુટુંબની સમૃદ્ધિ પહેલાં જેવી ન હોવા છતાં તેમના પત્ની ગંગાના ઘરવ્યવહાર ખૂબ કુશળતાથી ચલાવતા હતા. આ ગંગામાં ખૂબ ઉચ્ચ પ્રકારની ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. પાલીતાણામાં ભાતાઘરનું મકાન ઈ. સ. ૧૯૧૪ (સં. ૧૯૭૦)ની સાલમાં તેમણે બંધાવ્યું હતું.૨૭
શ્રી દલપતભાઈ અને ગંગામાના પુત્ર લાલભાઈ શેઠ અને તેમના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org