SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાનો રજૂ કરતાં જણાવે છે: “Shantidas' influence at the court seems to have prevailed and His Majesty took up apparently a neutral attitude, but really turned the tables on the complainants....But if they (Shantidas and his people ) did not desire to do so, then no one was to trouble them in that respect, nor to harass them." " [ અર્થાત “શાંતિદાસના રાજસભાના પ્રભાવે પ્રભુત્વ મેળવ્યું જણાય છે, અને બાદશાહે દેખીતી રીતે તટસ્થ વલણ લીધું, પણું વાસ્તવમાં ફરિયાદી પક્ષ (લકા જાતિ)ની બાજી ઊંધી વાળી દીધી. ...પરંતુ જો તેઓ (શાંતિ. દાસ અને તેના માણસો) તેમ કરવાની (સાથે જમવા વગેરેની ) ઈરછા ન ધરાવે તે કોઈ પણ વ્યક્તિ તેમને (શાંતિદાસ વગેરેને) આ બાબતમાં કંઈ કરી ન શકે, કે તેમને સતાવી ન શકે.”] . “ભૂપાસ'માં પૃ૯૮ ઉપર શ્રી રત્નમણિરાવ જણાવે છે તે મુજબ, “મુરાદબક્ષે અમદાવાદના શાંતિદાસ ઝવેરીના છોકરાઓ પાસેથી રૂપિયા સાડા પાંચ લાખ ખાતે લીધા, અને ચાલીસ હજાર શાંતિદાસના ભાગીદાર રવીદાસ પાસેથી, તથા અડ્યાસી હજાર શામળ વગેરે બીજા પાસેથી લીધા અને તૈયારી કરી ઔરંગઝેબને મળવાનો નિશ્ચય કર્યો. આ રીતે શાહજહાં સામેના બળવામાં અમદાવાદીઓનાં નાણુને ઉપયોગ થયે હતે. - - “મિરાતે અહમદીમાં લખેલું છે કે મુરાદબક્ષે આ બળવામાં મદદ માટે અમદાવાદીઓ પાસેથી રૂ. પચાસ લાખ ઉઘરાવ્યા હતા. એમાં સાડા પાંચ લાખ જાહેર જાણીતા હતા. એ સાડા પાંચ લાખ માટે ઝવેરી માણેક( ચંદને પોતે કેદ થતાં અગાઉ ચાર દિવસ પહેલાં લખી આપેલું હતું. મુરાદબક્ષ હવે આ નાણાંથી તૈયાર કરેલું લશ્કર લઈ ઔર ગઝેબને મળે.” '(નોધઃ આમાં શાંતિદાસ ઝવેરીના છોકરાઓ પાસેથી સાડા પાંચ લાખ રૂપિયા લેવા અંગે આ જ પ્રકરણની ૨૮મી પાદનોંધ જુઓ.) ૨. આ બંને ફરમાનેને “મિરાતે અહમદી'માંથી અકથ્ય સમર્થન મળે છે. “મિરાતે અહમદી'ના કર્તા શ્રી અલી મહમ્મદ ખાન દીવાન હતા. એટલે તેઓ ગુજરાત પ્રદેશના ઓફિસના મૂળ રેકર્ડના પરિચયમાં હતા. તેમણે આ ફરમાન લગભગ આ જ ભાષામાં “મિરાતે અહમદી માં રજુ કર્યું છે. શરૂઆતમાં શ્રી અલી મહમ્મદ ખાન જણાવે છે કે શાંતિદાસ ઝવેરી રાજદર બારમાં માનતા હતા અને તેઓએ મુરાદાબક્ષ પાસે આ અંગે રાહ. જોયેલી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005603
Book TitleNagarsheth Shantidas Zaveri
Original Sutra AuthorN/A
AuthorMalti K Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1987
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy