________________
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રાપ્ત થયેલ ફરમાને મા ધ્યાનમાં રાખીને તે પ્રમાણે વર્તવાની સમયજ્ઞતા દાખવનાર શાંતિદાસ શ્રેષ્ઠીને મુત્સદ્દી તે જરૂર ગણી શકાય; પરંતુ, સાથે સાથે, જે રાજ્યમાં રહેવાનું હોય તે રાજા સાથે મીઠા, સારા, ઉચ્ચ પ્રકારના સંબધે બાંધવામાં પણ તેઓ નિપુણ અને સમર્થ હતા તેને ખ્યાલ પણ આવા બધા પુરાવાઓ ઉપરથી સહેજે મળી રહે છે. તેઓ કાર્યદક્ષ, બાહેશ, વિચક્ષણ, કુનેહબાજ અને ધર્મનિષ્ઠ અગ્રણી અને મહાજન હતા તેને આ પરથી ખ્યાલ આવે છે. ' પાલીતાણા રાજ્ય સાથે થયેલ રખેપાને પહેલે કરાર
આ પ્રકરણની ફરમાનેની લાંબી ચર્ચાની સાથે જ, પાલીતાણા રાજ્ય સાથે થયેલ રપાના પહેલા કરારને ઉલેખ અહીં અસ્થાને નહીં ગણાય.
શ્રી શત્રુંજય તીર્થ અંગે પાલીતાણ રાજ્ય સાથે થયેલા રખે પાના પાંચ કરારની વિસ્તૃત ચર્ચા “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ઈતિહાસ” (ભાગ-૧) પુસ્તકમાં દસમા પ્રકરણમાં કરવામાં આવી છે. આ પાંચ કરારેમાને પહેલે કરાર વિ. સં. ૧૭૦૭ માં પાલીતાણા રાજ્ય સાથે કરવામાં અાવેલ અને તેની સાથે શ્રેષ્ઠિવર્ય શ્રી શાંતિદાસ ઝવેરીનું નામ સંકળાયેલ છે તે હકીક્ત ખાસ ઉલ્લેખનીય છે. (આ જ પ્રકરણની પંદર નંબરની યાદોંધમાં આ કરારને ઉલ્લેખ થયેલે છે.) | મોગલ બાદશાહ શાહજહાંએ પિતાના રાજ્યારોહણના બીજા વર્ષ દરમિયાન જૈન તીર્થો અને સંસ્થાઓની રક્ષા અંગે જે ફરમાન ઈ. સ. ૧૬૨૯-૩૦ ની સાલમાં (વિ. સં. ૧૬૮૫-૮૬ માં) શ્રેષ્ઠી શ્રી શાંતિદાસને આપ્યું હતું તે ફરમાનમાં શત્રુંજય તીર્થને સમાવેશ થઈ જ જાય છે. (જુઓ આ જ પ્રકરણની ચર્ચામાં એ વિભાગમાં રજૂ થયેલ ફરમાન નં. ૧.) વળી આ જ સમય આસપાસ ઈ. સ. ૧૬૨૫ (વિ. સં. ૧૬૮૧-૮૨)ની સાલમાં તેમણે અમદાવાદમાં બીબીપુરામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરની પ્રતિષ્ઠા પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org