________________
[ ૫૪ ]
પ્રતિષ્ઠાના અહેવાલ
મુખ્ય જિનમદિર ઉપર ધજાઈડ-કલશ ચડાવવાના આદેશ લેનારને પાંચ પાસ આપવામાં આવ્યા હતા.
એકાવન દેરીઓમાં મૂળનાયક ભગવાનની પ્રતિષ્ઠા કરવાના આદેશ પ્રાપ્ત કરનારે જ તે તે દેરી ઉપર ધજાઈડ-કલશ ચડાવવાના હતા, એટલે એમને દરેકને ચાર પાસ આપવામાં આવ્યા હતા.
અન્ય જિનપ્રતિમાઓને પધરાવવાના આદેશ લેનાર દરેક ભાગ્યશાળીને એ પાસ આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત કાર્યકરો, પ્રેસ-પ્રતિનિધિઓ, સ્વયંસેવકા વગેરેને માટે પણ પાસની ( જિલ્લાની ) ગાઠવણુ કરવામાં આવી હતી.
આમાંના કોઈ પણ પ્રકારના પાસ મેળવનાર વ્યક્તિને પોતાના પાસ, સ્વયંસેવક વિના પ્રયત્ને જોઈ શકે એ રીતે, પોતાના વસ્ત્ર ઉપર લગાડવાની ખાસ સૂચના અગાઉથી જ આપવામાં આવી હતી, જેને અમલ બધાંએ બહુ સારી રીતે કર્યા હતા.
અઢાર અભિષેકના દિવસે તા ચતુર્વિધ શ્રીસંધને ગિરિરાજ ઉપર ગમે ત્યાં જવાની છૂટ હતી; માત્ર અભિષેક-વિધિ આદેશ મેળવનાર વ્યક્તિ અને એમના સાથીએ જ કરે એટલી વ્યવસ્થા સાચવવા પૂરતા જ પાસના દાબસ્ત કરવામાં આવ્યા હતા. પણ પ્રતિષ્ઠાના દિવસે આ દાખસ્ત એવા પાકા કરવામાં આવ્યા હતા કે જેથી પૂજ્ય શ્રમણ ભગવંતા તથા પૂજ્ય સાધ્વીજી મહારાજો કોઈ પણ જાતના પ્રતિબધ વગર પ્રતિષ્ઠા પ્રસંગે હાજર રહી શકે; અને આકીનાં શ્રાવક ભાઈ એ તથા શ્રાવિક મહેનેામાંથી તેમ જ અન્ય વ્યક્તિઓમાંથી જેમની જેમની પાસે આવા પાસ હેાય એમને જ હનુમાનના હડાથી દાદાની ટૂક તરફ જવા દેવામાં આવતાં હતાં; અન્ય યાત્રિકા આ પ્રતિષ્ઠા મહે।ત્સવને દૂરથી નજરે નિહાળી શકે અને મત્રોચાર તથા ઘટનાદ સાંભળી શકે એ માટે એમને નવ ટૂંકમાં જવાની છૂટ હતી.
આ પાસની તપાસ કરવાની ગેાઠવણ એવી પાકી કરવામાં આવી હતી કે જેથી પાસ વગરની વ્યક્તિ દાદાની ટૂંકમાં પ્રવેશ મેળવી શકી ન હતી અને પ્રતિષ્ઠાનું કામ વિધિસર અને વેળાસર સારી રીતે થઈ શકયુ હતુ. એમ કહેવુ જોઈ એ કે, આ અવસરે વ્યવસ્થા જાળવવા માટે અનિવાર્ય હોય એટલા પ્રતિમધના જ ઉપયાગ કરવામાં આવે અને કોઈ ને ખિનજરૂરી મુશ્કેલી વેઠવી ન પડે, એ માટે પેઢીએ પૂરેપૂરી ચીવટ રાખી હતી. અને તેથી સૌકાઈ એ આ પ્રતિષ્ઠ ધનુ' સમજપૂર્વક અને સ્વેચ્છાથી પાલન કર્યુ” હતુ‘ અને જરા પણ અવ્યવસ્થા ઊભી થવા પામી ન હતી, એ સ્પષ્ટ દેખાઈ આવતું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org