________________
[૫૦].
પ્રતિષ્ઠાનો અહેવાલ હેય, પણ જે જમવાની સગવડ અગવડવાળી અને ખામી ભરેલી હોય તે એથી બીજી રીતે શાનદાર બનેલ પ્રસંગને મહિમા પણ ઘણે ઝાંખો થઈ જાય છે–પછી એ પ્રસંગ વ્યાવહારિક હોય કે ધાર્મિક, એ સૌકોઈના જાતઅનુભવની વાત છે. તેથી આ પ્રસંગે આ માટે રસોડા સમિતિએ પૂરેપૂરી તકેદારી રાખી હતી. અને રસેઈની સામગ્રીમાં, દરરોજ બનાવવામાં આવતી જુદી જુદી વાનીઓમાં, જમવા બેસવાની તથા પીરસવાની વ્યવસ્થામાં, જમવાનાં તથા રસાઈ માટેનાં વાસણોમાં તેમ જ એવી જ બીજી કઈ પણ બાબતમાં ખામી રહેવા ન પામે એ માટે જે વ્યવસ્થા કરવામાં આવી હતી, એમાં આ સમિતિ આવા અટપટા અને અપયશ અપાવે એ વિષયમાં પણ કેવી કાર્યકુશળતા, દિર્ધદષ્ટિ અને કાર્યસૂઝ ધરાવે છે એ સ્પષ્ટ દેખાઈ આવતું હતું. જાણે એમ જ લાગતું હતું કે, દસ-બાર દિવસ માટે, આ સમિતિને મોવડીઓ અને કાર્યકર પિતાનાં ઊંધઆરામને અને પિતાની જાત સુધ્ધાંને વીસરી ગયા હતા! કેવા કેવા શ્રીમંત અને સુખી મહાનુભાવે પ્રતિષ્ઠા જેવા પ્રભુના કાર્યમાં કેવા તન્મય બની ગયા હતા ! આવી તમન્ના અને તન્મયતાએ જ આવા જંગી કાર્યમાં એમને આટલો બધે યશ અપાવ્યું હતું. આની થેડીક વિગતે જોઈએ.
આ છે વિશાળ રસોડું. અહીં આઠેક હજારથી લઈને પચીસ હજાર માણસ જમી શકે એટલી બધી રસોઈ રાંધી શકાય એવાં મોટાં મોટાં અને તે પણ નવાં ખરીદેલાં વાસણો જોવા મળે છે! સંખ્યાબંધ કુશળ રઈયાઓ ત્યાં દિવસભર કામ કરે છે અને, જરૂર લાગે ત્યારે, પકવાન્ન વગેરે બનાવવામાં રાત્રીને પણ દિવસની જેમ જ ગણીને કામ કરતા રહે છે!
આ છે જમવાને વિશાળ મંડળ. એની વ્યવસ્થા તે ખરેખર હેરત પમાડે એવી છે. એકીસાથે બત્રીસસ માણસે જમવા બેસી શકે એ રીતે, મોટાં મોટાં પાટિયાં જડીને કરવામાં આવેલી બાંકડા અને ટેબલની ગોઠવણ ત્યાં જોવા મળે છે. જમનારને એલ્યુમિનિયમનાં નવાં હળવાફૂલ થાળી, વાડકી અને ખ્યાલ ચોખાં આપવામાં આવે છે. અને પીરસવાની સગવડ પણ એવી સારી છે કે, વગર માગ્યે જ બધી વાનીઓ તેમ જ પાણી એવી રીતે મળતાં રહે છે કે જાણે યાંત્રિક રચના જ જોઈ લ્યોઅને આટલાં બધાં માણસે જમીને ઊભા થાય અને તરત જ બીજી પંગત જમવા બેસે ત્યારે પણ ન ત્યાં ગંદકીનું નામ કે ન એઠવાડનો દાણ સરખાય હાય! બેસવાની જગ્યા પણ એવી જ ખીતેમ જ જમીન ઉપર કે આસપાસ ક્યાંય કાદવ-કીચડ પણ જોવા ન મળે. બપોરના બે વાગ્યાથી તે સાંજના છએક વાગ્યા સુધીમાં આવી મોટી મોટી અનેક પંગતમાં હજારે માણસો જમી જાય, છતાં સાંજે જુઓ તે બધું બિલકુલ ચેખું જ હોય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org