________________
મહત્સવ માટેની વ્યવસ્થા ઉમંગભરી ધર્મભાવના, એ જેમ ભાવિકના અંતરને સ્પર્શી જાય છે, એમ જનસમૂહને માટે પણ એ પ્રેરણારૂપ બની રહે છે. ત તને પ્રગટાવે એમ, આવી ધર્મભાવના અનેક ભાવિક આત્માઓના અંતરમાં ભાવનાની જ્યોત પ્રગટાવે છે અને એમને આત્મસાધનાના સર્વમંગલકારી માર્ગે પ્રયાણ કરવા પ્રેરે છે. અંતરમાં ધર્મભાવના જાગવી, એ મોટું સદભાગ્ય સમજવું. એનું મૂલ્ય કેણ આંકી શકે? એ તે દેનેય દુર્લભ છે અને એની પ્રાપ્તિ એ માનવજીવનને અનેરો લહાવે છે. આવી ધર્મભાવના આગળ તે દેવય દાસ બનીને એને વંદના કરે છે.
ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ ઉપરને પ્રતિષ્ઠા મહોત્સવ એ કઈ એક નગર, સંસ્થા, મંડળ કે ગચ્છને મહોત્સવ ન હતું, પણ એ તે દેશભરના જૈન સંઘને (જેન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સમસ્તનો) મહોત્સવ હત; અને આ પુણ્ય અવસર નિમિત્તે ચતુર્વિધ શ્રીસંઘમાં ઉમંગભરી ધર્મભાવનાની જે ભરતી આવી હતી અને તેથી એણે જે ઉલ્લાસથી આ મહોત્સવમાં ભાગ લીધો હતો તે અંતરને લાગણીભીનું બનાવી મૂકે એવી બીના હતી. - આ અવસરને જીવનનો એક લાખેણો અવસર લેખીને દેશના દૂર દૂરના અને નજીકના ભાગમાંથી કેવા કેવા યાત્રિકો, કેટલી મોટી સંખ્યામાં પ્રભુ-પ્રતિમાને પ્રતિષ્ઠિત કરવાને લાભ લેવા તેમ જ એને નયને નીરખવા માટે આ પ્રસંગે હાજર રહીને પિતાના જીવનને કૃતાર્થ કરવા આવ્યા હતા એમાં સદગૃહસ્થય હતા અને સન્નારીઓ હતી; વૃદ્ધાય હતા અને પ્રૌઢો, યુવાનો અને બાળકાય હતા; તવંગરોય હતા અને મધ્યમ સ્થિતિના તથા ગરીબેય હતા; સશક્તોય હતા; અને અશક્તોય હતા; અરે, કેટલીક તે અપંગ કહી શકાય એવી વ્યક્તિઓ પણ આવી હતી! સૌનાં અંતરમાં એક જ ભાવના ગુંજતી હતી કે, આ અવસર કંઈ વારંવાર આવતો નથી. એટલે એની ધર્મભાવનાની ભાગીરથીમાં પુણ્યસ્નાન કરી લીધું જ સારું ! આવી આંતરિક ભાવનાનાં દર્યા બહેનેભાઈએ ઉત્તરોત્તર વધુ ને વધુ સંખ્યામાં આવતાં ગયાં અને આ મહત્સવને ગૌરવશાળી અને ભાભર્યો બનાવતાં રહ્યાં. પ્રતિષ્ઠાના દિવસે તે આ સંખ્યા પચીસેક હજારના આંકને વટાવી ગઈ હતી. અને નવસોથી એકહજાર જેટલાં પૂજ્ય શ્રમણ ભગવંતે તથા પૂજ્ય સાધ્વીજી મહારાજની ઉપસ્થિતિથી આ મહોત્સવ વિશેષ મહિમાવત બન્યું હતું.
આ મહોત્સવની ગિરિરાજ ઉપર તથા શ્રી પાલીતાણા શહેરમાં ઉજવણી થઈ શકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org