________________
[૪૪]
પ્રતિષ્ઠાના અહેવાલ
વ્યવસ્થા કરવાની પણ જરૂર હતી. જુદી જુદી સમિતિઓની રચના દ્વારા એક સમ વ્યવસ્થાતંત્ર તે ઊભુ થઈ ગયુ હતુ, એટલે હવે ખર્ચને પહેાંચી વળવા માટે આર્થિક જોગવાઈ જ કરવાની બાકી હતી. આ માટે એક નાણાં સમિતિની તે રચના કરવામાં આવી જ હતી. ઉપરાંત આ માટે કઈક વ્યવહારુ ચાજના કરવાની પણ જરૂર હતી. આ માટે પેઢીએ એવી ચાજના કરી હતી કે, “ પ્રતિષ્ઠાનું સાધારણ ખાતુ” નામે એક ખાસ ખાતું શરૂ કરીને એક વ્યક્તિ પાસેથી એક હજાર રૂપિયાના હિસાબે જુદા ખુદા ગૃહસ્થા પાસેથી ફાળા એકત્ર કરવા; અને એ રીતે એક સારું એવું ભડાળ ઊભું કરવું, આ માટે પેઢીએ જે કાંઈ સામાન્ય પ્રયત્ન કર્યો એટલા માત્રથી મહાત્સવના મને ખૂબ સારી રીતે પહેાંચી વળી શકાય એટલેા સારા ફાળે એકત્ર થઈ ગયા હતા. આ વાત ઉપરથી પણ સકલ શ્રીસંઘને આ ઉત્સવ માટે કેટલા બધા ઉમ`ગ હતા, અને પેઢી ઉપર અને એની કાર્યશક્તિ ઉપર કેટલા બધા ઇતબાર છે, એ જાણી શકાય છે..
વધેલા પૈસા પાછા આપ્યા—આ બાબતનુ વિશેષ ઊજળુ: અને ખૂબ પ્રશંસા માગી લે એવું પાસું તેા એ છે કે, પ્રતિષ્ઠા-મહોત્સવના ખર્ચના હિસાબે વખતસર નક્કી થઈ ગયા પછી, આ ખાતામાં ખર્ચ કરતાં આવકને વધારી રહેલા જણાયા, એટલે પેઢીના વહીવટદાર ટ્રસ્ટીઓએ આવા ફાળો આપનાર પ્રત્યેક વ્યક્તિને એક હજારે ત્રણસે રૂપિયા પાછા આપી દ્વીધા ! આ બનાવ અતિ વિરલ છે અને એ પેઢીની ઉજ્જવળ કારકિર્દી માં વિશિષ્ટ યશકલગીરૂપ ખની રહે એવા છે. ભાવિક જનેએ ભાવાલ્લાસપૂર્વક આપેલાં અને પોતાના કબજામાં આવી ગયેલાં નાણાં, આ રીતે, પાછા આપી દેવાનુ` કાને સૂઝે કે કાને ગમે ભલા ? છતાં પેઢીએ એમ કરી ખતાબ્યું; અને એમ કરીને પેઢીએ એક ઉત્તમ દાખલા બેસાર્યા છે, એમાં શક નથી.
પ્રેસકેાન્ફરન્સ—આ પ્રતિષ્ઠા-મહાત્સવ માટે દેશના દૂર દૂરના અને નજીકના પ્રદેશના જૈન સંઘેામાં જાગેલ ઉલ્લાસના તથા આ ઉત્સવની ઉજવણીને લગતા જે ઘેાડાઘણા પણ સમાચારો અખબારી આલમ સુધી પહેાંચતા હતા અને અખબારોમાં પ્રગટ થતા હતા, તે ઉપરથી તેમ જ આ અપૂર્વ પુણ્ય પ્રસંગની વધારે માહિતી અખબારી દ્વારા જનતા સુધી પહેાંચી શકે એ ઉદ્દેશથી, શ્રી મહેન્દ્રભાઈ પી. ડિઆ અને જાહેર ખખરાના એજન્ટ નવનીતલાલ એન્ડ ક*પનીવાળા શ્રી રમણભાઈ માહનલાલ ગાંધીને એવા વિચાર આવ્યે કે, આ પ્રસંગ નિમિત્તે એક પ્રેસકેાન્સ બેલાવવામાં આવે તે તે ઘણી ઉપયાગી થાય. આ ઉપરથી તા. ર૯-૧-૭૬ ને ગુરુવારના રોજ અપેારના, શેઠશ્રી કરતુરભાઈ લાલભાઈના સાંનિધ્યમાં, પેઢીના કાર્યાલયમાં, એક પ્રેસકોન્ફરન્સ બેલાવવામાં આવી હતી. આ પ્રસંગે પેઢીના ટ્રસ્ટીએ ઉપરાંત અમદાવાદ સઘના કેટલાક અગ્રણીએ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસકોન્ફરન્સમાં નીચે મુજબ ૧૪ અખખારે કે સમાચાર–સસ્થાએના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી—
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org