________________
[૩૮]
પ્રતિષ્ઠાને અહેવાલ જાહેર નિવેદન તીર્થાધિરાજ શ્રી શત્રુંજય પર થનાર પ્રતિષ્ઠા બાબતમાં ભારતભરના સંઘેને જણાવવાનું કે હાલમાં નક્કી કરેલ વ્યવસ્થા સંજોગાનુસાર કરી છે. દેવદ્રવ્ય કે દેવદ્રવ્યની વ્યવસ્થાને હાનિ પહોંચાડવાને કેઈ ઉદ્દેશ નથી જ. વહીવટ શાસ્ત્રની પ્રણાલિકા મુજબ જ કરવાની પેઢીની માન્યતા છે. માટે કેઈને પણ ગેરસમજ હોય તે દૂર કરવી.
ઘણાં વર્ષો પછી શેત્રુંજય ગિરિરાજ ઉપર પ્રતિષ્ઠા કરવાને અપૂર્વ અવસર પ્રાપ્ત થયો છે. આ પ્રતિષ્ઠા ભારતના સકલ સંઘની છે અને આવા અપૂર્વ અવસરમાં ધર્મોલ્લાસ વધે તે રીતે આનંદપૂર્વક ભાગ લેવા સર્વને વિનંતી છે. પિ. બે. નં. ૫૧
શેઠ આણંદજી કલ્યાણજી ઝવેરીવાડ, અમદાવાદ-૧
પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી મહારાજ તથા પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજે વર્તમાનપત્રોમાં આ પ્રમાણે નિવેદન પ્રગટ કરાવ્યું હતું–
શ્રી સકળ સંધને વિજ્ઞપ્તિ તરણતારણ તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિરાજ ઉપર વિ. સં. ૨૦૩૨, મહા સુદ ૭, તા. ૭-૨-૭૬ શનિવારના રોજ નૂતન નિર્માણ થયેલ જિનમંદિરમાં ૫૦૪ પ્રતિમાજી ભગવંતની પ્રતિષ્ઠા થવાની છે.
આ પ્રતિમાજી ભગવંતેની પ્રતિષ્ઠાને આદેશ શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીએ જે રીતે નકરાથી (ચિઠ્ઠીઓ દ્વારા) અને ઉછામણથી આપેલ છે, તે રીત શાસ્ત્ર અને પ્રણાલિકાને અનુરૂપ છે.
આવા પરમ પાવન પ્રસંગે સૌએ પોતાની શક્તિ ગેપવ્યા સિવાય તન, મન અને ધનથી લાભ લેવો જોઈએ. કેમ કે આ પુણ્ય અવસર શ્રીસંઘને ૪૫૦ વર્ષ પ્રાપ્ત થયેલ છે.
આ અંગે ઊહાપોહ કરનારાઓએ જે રીતે ભાષા વગેરેની અખત્યાર કરી છે તે રીત સાધુ-મહાત્માઓને માટે ઉચિત નથી. તેમ જ આ અંગેને ઊહાપોહ વ્યાજબી નથી. પાલીતાણું
વિજયકસ્તુરસૂરિ તા. ૨-૨-૧૯૭૬
હેમસાગરસૂરિ મુંબઈનાં અખબારોમાં તા. ૫-૨-૧૯૭૬ ના રોજ પ્રગટ થયેલ નિવેદનમાં પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ આદિ શ્રમણભગવતેએ ફરમાવ્યું હતું કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org