________________
[૩૪].
પ્રતિષ્ઠાને અહેવાલ ભવ્ય અને દિવ્ય રીતે ઊજવાય એની પૂર્વતૈયારીમાં જ સૌએ પરોવાઈ જવાનું હતું. અને નાના-મોટા, ગરીબ-તવંગર, યુવાન-વૃદ્ધ બધાં આ ધર્મ પ્રસંગને પૂરેપૂરે કામિયાબ કરવાના કાર્યમાં મન-વચન-કાયાથી તન્મય બની ગયાં–આવા અણમોલ અવસરનો લાભ લેવાનું ભલા કેણુ ચૂકે અથવા એમાં પાછળ પણ કેણ રહે ?
૪૦ જિનબિંબોને પધરાવવાના આદેશે, ચાર વિભાગ માટે જુદે જુદે નકરે નક્કી કરીને, નકરાની પદ્ધતિથી, ચિઠ્ઠીઓ ઉપાડીને, આપવાનો નિર્ણય કરીને, પેઢી તરફથી, વર્તમાનપત્રોમાં, એની સમયસર જાહેરાત પણ કરી દેવામાં આવી હતી અને એ પત્રિકારૂપે છપાવીને જુદાં જુદાં કેન્દ્રામાં મોકલી આપવામાં પણ આવી હતી. (આ જાહેરાતની પત્રિકા આ પ્રકરણમાં છાપવામાં આવી છે.) અને, આ જાહેરાતમાં જણાવવામાં આવ્યા પ્રમાણે, ગિરિરાજ ઉપર પ્રતિષ્ઠા કરાવવાને લાભ લેવા ઈચ્છતાં ભાવિક ભાઈઓબહેનેએ, પિતે જે વિભાગનાં પ્રતિમાજીને પધરાવવા ઈચ્છતાં હોય, તે વિભાગના અરજીપત્રક (ફે) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાંથી મંગાવીને, એમાં સૂચવવામાં આવેલ તારીખ સુધીમાં પહોંચી જાય એ રીતે, પેઢી ઉપર મોકલી આપવાની શરૂઆત પણ કરી દીધી હતી.
આ રીતે પ્રતિષ્ઠાને આદેશ આપવાની પેઢીએ નક્કી કરેલી પદ્ધતિને શ્રીસંઘે પૂરા . ઉત્સાહથી વધાવી લીધી હતી અને એ કામ, ધારણું પ્રમાણે, સારી રીતે આગળ પણ વધી રહ્યું હતું.
વિરોધ અને ખુલાસો દરમ્યાનમાં, ચતુર્વિધ શ્રીસંઘમાંના કેટલાક આચાર્ય મહારાજે, મુનિરાજો તથા ગૃહસ્થોએ નકરા-પદ્ધતિથી પ્રતિષ્ઠાના આદેશ આપવાથી દેવદ્રવ્યને મોટું નુકસાન થવાનું છે, અને તેથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, શ્રીસંઘ તથા નકરાની પદ્ધતિથી પ્રતિષ્ઠાના આદર્શ મેળવનારા પણ દેવદ્રવ્યની હાનિ કરવાના મેટા દેષના ભાગી બનવાના છે. માટે આ નકરા-પદ્ધતિને બંધ કરીને, ઉછામણી લાવીને જ બધા આદેશ આપવા જોઈએ—એમ જણાવીને પેઢીએ અપનાવેલી પદ્ધતિની સામે વિરોધ જાહેર કર્યો. અને પછી તે, ચતુવિધ શ્રીસંઘમાં આ વિરોધને વ્યાપક અને સફળ બનાવીને આ ધર્મકાર્યમાં મેટે અવરોધ ઊભું કરવા માટે પ્રવચને દ્વારા, સહીની ઝુંબેશ દ્વારા, વ્યક્તિગત પત્ર લખીને, પત્રિકાઓ છપાવીને, વર્તમાનપત્રોમાં ખરચાળ જાહેરાત છપાવીને–એ રીતે અનેક જાતના પ્રયત્ન કરવામાં આવ્યા. પરિણામે, જ્યારે એક બાજુ પ્રતિષ્ઠાનો આદેશ મેળવવા માટેનાં ફેર્મો ભરાઈને રેજે રેજ સેંકડોની સંખ્યામાં પેઢી ઉપર આવી રહ્યાં હતાં, ત્યારે બીજી બાજુ આવા વિરોધના વાતાવરણને વિસ્તૃત અને વિકરાળ રૂપ આપવાના પ્રયત્ન થઈ રહ્યા હતા!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org