________________
તૈયારી
[૩૧]. મુકામે, સં. ૨૦૩૨ના મહા સુદ ૨ ને સોમવાર, તા. ૨-૨-૭૬ના રોજ કરવામાં આવશે અને તે જ દિવસે આદેશ આપવામાં આવશે.
આ મુખ્ય દેરાસરમાં મૂળનાયક ઉપરાંત બીજા ૬ જિનેશ્વર ભગવંતોનાં પ્રતિમાને જીએ બિરાજમાન કરવામાં આવનાર છે. તેની ઉછામણી પણ ઉપર સૂચવેલ સ્થળે અને સમયે કરવામાં આવશે.
આ સિવાયનાં પ્રતિમાજીઓને બિરાજમાન કરવા માટે નીચે પ્રમાણેના ચાર વિભાગ કરવામાં આવ્યા છે –
વિભાગ-૧ નૂતન જિનાલયની દેવકુલિકાઓમાં બિરાજમાન કરવાના ૫૧ મૂળનાયકની પ્રતિમાને જીઓને દરેક પ્રતિમાજીનો નકરે રૂ. ૨૫૦૧, અંકે રૂપીયા પચીસે ને એક અને દેવકુલિકા ઉપર ધ્વજાદંડ અને કળશ ચઢાવવાને નકર રૂ. ૧૦૦૧), એક હજાર ને એક રાખવામાં આવ્યું છે. જેને મૂળનાયક બિરાજમાન કરવાનો આદેશ પ્રાપ્ત થશે. તેમણે વિજાદંડ અને કળશ ચઢાવવાને છે.
વિભાગ-૨ દેવકુલિકાઓમાં મૂળનાયક ભગવાનની આસપાસ બિરાજમાન કરવાનાં ૨૪૪ પ્રતિમાજીઓને, દરેક પ્રતિમાજીને નકર રૂ. ૧૫૦૧], અંકે રૂપિયા પંદરસે ને એક - રાખવામાં આવ્યો છે.
વિભાગ-૩ શ્રી નવા આદીશ્વરજી, શ્રી સમર્ધરસ્વામીજી, શ્રી પુંડરીકસ્વામીજી અને શ્રી ગધારિયાજના દેરાસરમાં તૈયાર કરેલા ૧૮ ચૌમુખજીઓમાં ૭૨ પ્રતિમાજીએ બિરાજમાન કરવામાં આવનાર છે. આ પ્રતિમાજીઓ બિરાજમાન કરવાને દરેક પ્રતિમાજીને નક રૂ. ૧૦૦૧), અંકે રૂપીયા એક હજાર ને એક રાખવામાં આવે છે.
વિભાગ-૪ શ્રી આદીશ્વર ભગવાનના (દાદાના મુખ્ય દેરાસરના) ઉપરના ગેખલાઓમાં ૧૦૦, શ્રી ગંધારિયાજીના દેરાસરના ગોખલાઓમાં ૨૨ અને જૂની ભમતીમાં ૧-એક એમ કુલ ૧૨૩ પ્રતિમાજીએ બિરાજમાન કરવામાં આવનાર છે. આ દરેક પ્રતિમાજીને નકરે રૂ. ૨૫૧, અંકે રૂપીયા બસો એકાવન રાખવામાં આવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org