________________
[૩૦].
પ્રતિષ્ઠાને અહેવાલ " (૨) નૂતન બાવન જિનાલય જિનપ્રાસાદિના મુખ્ય મંદિરમાં બિરાજમાન કરવામાં આવનાર મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન તથા એની આસપાસનાં છ જિનબિંબની પ્રતિષ્ઠા કરવાના આદેશે, પ્રતિષ્ઠા-મહોત્સવ દરમ્યાન, પાલીતાણા શહેરમાં, બેલી (ઉછામણી) બોલાવીને આપવા. આ નિર્ણયને લીધે જેઓ ઉછામણું બેલીને ભગવાનનાં પ્રતિમાજીને પધરાવવાને લાભ લેવા ઈચ્છતા હોય, તેઓને પિતાની ભાવના પૂરી કરવાને સોનેરી અવસર મળતું હતું.
આ પ્રમાણે પ્રતિષ્ઠાના આદેશ આપવા અંગેની ભૂમિકા નક્કી થયા પછી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી નીચે પ્રમાણે વિજ્ઞપ્તિ દેશભરના સંઘે ઉપર મોકલવામાં આવી હતી; તેમ જ ગુજરાતનાં તથા ગુજરાત બહારનાં વર્તમાનપત્રમાં પણ, ગુજરાતી તથા હિંદી ભાષામાં, એ છપાવવામાં આવી હતી–
સકળ સંઘને વિનંતી પવિત્ર શત્રુંજય ગિરિરાજ ઉપર શ્રી દાદાની ટ્રકમાં નૂતન બાવન જિનાલયનું બાંધકામ પૂરું થવા આવ્યું છે અને ઉત્થાપન કરવામાં આવેલ શ્રી જિનેશ્વર ભગવંતનાં પ્રતિમાજીઓને નૂતન બાવન જિનાલયમાં તથા દાદાની ટ્રકમાંનાં બીજાં દેરાસરમાં, ગાદીનશીને કરવાનું શુભ મુહૂર્ત વિ. સં. ૨૦૩ર ના મહા સુદી ૭, શનિવાર, તા. ૭-૨-૧૯૭૬ના જ રાખ્યું છે.
“આ ઉથાપન કરેલ પ્રતિમાજીઓમાંના કોઈ પ્રતિમાજીની પ્રતિષ્ઠા, પોતે કે પિતાના પૂર્વજોએ કરી હોવાની આધારભૂત માહિતી જેમની પાસે હોય તેમણે તે વિગત પેઢીને તા. ૩૧-૧૦-૭૫ સુધીમાં મોકલી આપવી; જે તપાસી ખાતરી થયેથી તેની પુનઃપ્રતિષ્ઠા કરવાને લાભ, કેઈ પણ જાતને નકારે લીધા સિવાય, તેમના વારસાને આપવામાં આવશે.
મુખ્ય દેરાસર “આ નૂતન બાવન જિનાલયના મુખ્ય દેરાસરજીમાં મૂળનાયક તરીકે શ્રી રૂષભદેવ ભગવંતની પ્રતિમાજી બિરાજમાન કરવામાં આવનાર છે.
“આ મૂળનાયક ભગવાનની પ્રતિષ્ઠા કરવાની જે ભાઈ-બહેનની ભાવના હોય, તેમણે પિતાની બેલીની રકમ તા. ૩૧-૧૨-૭૫ સુધીમાં આ પેઢીના સરનામે લખી મેકલવી.
“આવી રીતે લખાઈ આવેલી બેલીઓ પૈકી સૌથી વધુ રકમની બેલી, ૧૯૭૬ના જાનેવારીને બીજા અઠવાડિયામાં જાણ કરવામાં આવશે અને છેલ્લી ઉછામણી, પાલીતાણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org