________________
તૈયારી
[૨૯]
આ રીતે આ પ્રતિષ્ઠાના સમય નક્કી થઈ ગયા એટલે પ્રતિષ્ઠા-મહોત્સવ સારી રીતે ઊજવી શકાય એ માટેની કાર્યવાહીનાં ચક્રો ગતિમાન થયાં.
(૨) પ્રતિષ્ઠાના આદેશ આપવાની પદ્ધતિ
આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે આપેલ શુભ મુહૂતે પ્રતિષ્ઠા કરાવવાનું નક્કી થઈ ચૂકયું હતું, એટલે હવે પ૪ જેટલાં જિનતાને પધરાવવાના આદેશ આપવાની પદ્ધતિ નક્કી કરવાની હતી. આ માટે તા. ૧૬-૩-૧૯૭૫ના રોજ રાણકપુરતી માં મળેલ પેઢીના વહીવટદાર ટ્રસ્ટીઓ તથા પ્રાદેશિક પ્રતિનિધિઓની સભામાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી; અને એમાં આટલાં બધાં જિનબિ ને પધરાવવાના આદેશે! ખાલી (ઉછામણી) ખેલાવીને આપવાનુ` વ્યવહારુ નહીં હાવાથી, તેમ જ એમ કરવા જતાં એમાં ભારતભરના સંઘ ભાગ પણ લઈ શકે એમ ન હોવાથી, આ આદેશે, જૈન શાસનમાં પ્રચલિત પ્રણાલિકા પ્રમાણે, નકરાની પદ્ધતિથી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
શ્રીસ ઘને મળેલ લાભ
આ પદ્ધતિ અપનાવવામાં આવી એના ખાસ નોંધપાત્ર બીજો મોટો લાભ સકલ શ્રીસંઘને એ મળ્યા કે, એમાં સામાન્ય સ્થિતિનાં શ્રાવક ભાઈ આ અને શ્રાવિકા બહેને પણ ભાગ લઈ શકયાં હતાં. આમ થવાથી આ પ્રતિષ્ઠા-મહાત્સવ સામાન્ય સ્થિતિના ગૃહસ્થવને માટે પણ વિશેષ ઉત્સાહજનક અને ચિરસ્મરણીય બની શકયા હતા.. શ્રીસંઘના સામાન્ય વર્ગમાં વ્યાપેલ આ ઉલ્લાસ અને ઉત્સાહ નજરે જોવાના જેમને જેમને અવસર મળ્યા હતા, તેઓ અતરને સ્પશી જાય અને હૈયાને ગગઢ અનાવી મૂકે એવા એ આહ્લાદકારી દૃશ્યને કયારેય નહી' વીસરી શકે. પ્રભુપ્રતિમાને બિરાજમાન કરવાને આદેશ મેળવનાર આવાં ભાગ્યશાળી ભાઈ એ-બહેનેાના હર્ષની તેા જાણે કોઈ અવિધ જ નહેાતી રહી! એમને તા જીવનમાં આ એક અપૂર્વ અને અણુમાલ લહાવા પેાતાને મળ્યા હોય એમ જ લાગતું હતું.
બીજા એ નિયા
આવા નિણૅય લેવાયા પછી પણ, એના અમલની સકલ શ્રીસંઘ જોગ જાહેરાત કરતાં પહેલાં, પેઢીના ટ્રસ્ટી મહાનુભાવાએ આ પ્રમાણે બીજા બે આવકારદાયક નિયા કર્યાં હતા-
(૧) ઉત્થાપન કરેલ પ્રતિમાજીઓમાંથી જે પ્રતિમાઓની પ્રતિષ્ઠા પોતાના પૂર્વજોએ કર્યાની પ્રમાણભૂત માહિતી જેએ આપી શકે, તે પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવાના આદેશ, કોઈ પણ જાતને નકરા લીધા સિવાય, એમના વારસદારોને જ આપવા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org