________________
[૨૬]
પ્રતિષ્ઠાને અહેવાલ પેઢીએ દાદાની ટ્રકના જીર્ણોદ્ધાર માટે કરવા ધારેલ જિનપ્રતિમાજીઓના ઉત્થાપનના કાર્યને, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજ ઉપરાંત, બીજ ચાર આચાર્ય મહારાજનું, આ પ્રમાણે, સમર્થન મળતાં, આ કાર્યના વ્યાજબીપણું અને શાસ્ત્રીયપણાની સામેની બધી શંકા-કુશંકાઓનું તથા વિરોધની લાગણીનું નિરાકરણ થઈ ગયું અને તેથી આ કાર્યમાં આગળ વધવાની બાબતમાં પેઢીના ટ્રસ્ટીએ બિલકુલ ચિતામુક્ત થયા અને એમના હાથ વધુ મજબૂત બન્યા.
બાકીનાં પ્રતિમાજીઓનું ઉત્થાપન આ પછી, દાદાની ટ્રકમાંથી બીજાં જે પ્રતિમાજીઓનું ઉત્થાપન કરવાનું કામ બાકી હતું તે, વિ. સં. ૨૦૨૧ના જેઠ વદિ ૧૦ના રોજ એટલે કે ચાલુ યાત્રાના સમયમાં જ, વિધિપૂર્વક પૂરું કરવામાં આવ્યું. આ વખતે આશરે ૩૪૦ જેટલાં જિનબિંબોનું ઉત્થાપન કરીને એમને પહેલાં ઉત્થાપન કરેલ પ્રતિમાજીઓની સાથે બિરાજમાન કરવામાં આવ્યાં.
મટી ટ્રકમાંની આ પ્રતિમાઓનું ઉત્થાપન કર્યા પછી દાદાના મુખ્ય મંદિરનું જૂનું રૂપસમૃદ્ધ જે શિલ્પકામ પ્રગટ થવા પામ્યું અને બીજા સ્થાને પણ સ્વચ્છ અને સુંદર થઈ શક્યાં, તેથી દાદાની ટ્રકની શોભા અને ભવ્યતા ઔર વધી ગઈ છે, અને હવે તે . જાણે એ ભાવિક જનના મનને વશ કરી લે છે. જે કાઈને આ ટ્રકને નયને નીરખવાને લાભ મળે છે, તેઓ એની મુક્ત અને પ્રશંસા કરે છે; અને દીર્ધદષ્ટિભરી આવી ઉત્તમ કામગીરી બજાવવા માટે પેઢીને યશ અને ધન્યવાદ પણ આપે છે, - આ કાર્યમાં પેઢીને આ યશ મળે એનું કારણ આ ઉત્થાપનની અને જીર્ણોદ્વારની કામગીરીથી આ મહાતીર્થની અને દાદાની ટ્રકની શોભામાં કેટલો બધો વધારે થવાનું છે, એ સંબંધી એનું દર્શન સ્પષ્ટ હતું, એ છે. આ બધું કરવાની પાછળ એને ઈરાદો દાદાની ટ્રકની શોભામાં વધારો કરવાને અને એમાં સેંકડે જિનબિંબની આશાતના કરવાના અજ્ઞાત રીતે થઈ જતા દેષથી ભાવિક યાત્રિકોને બચાવી લેવાને શુભ અને ભદ્ર હતું. અને ભદ્ર ઈરાદાથી કરવામાં આવેલા કાર્યનું ફળ પણ ભદ્ર જ આવે છે. તેથી જ પેઢીના આ કાર્યને, ચતુર્વિધ શ્રીસંઘ, અંતરના ઉલ્લાસથી વધાવી લઈને એની ખૂબ ખૂબ અનુમોદના કરી છે.
આ પ્રમાણે, ગિરિરાજના સુવર્ણકળશ સમી દાદાની ટૂકના જીર્ણોદ્ધારના એક મહત્ત્વના ભાગરૂપે જિનપ્રતિમાઓનું ઉત્થાપન કરવાનું કાર્ય, છેવટે, નિવિદને અને શાંતિથી પૂરું થયું. એટલે હવે એ પ્રતિમાજીઓને દાદાની ટ્રકમાં જ, કેઈક યોગ્ય સ્થાને, કાયમને માટે, પુનઃપ્રતિષ્ઠિત કરી શકાય એવી ગોઠવણ કરવાનું બીજું કામ શરૂ કરવાનું હતું. અને પેઢીએ એ બાબત ઉપર જ પિતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
એટલે હવે એની જ વિગતે જોઈએ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org